તેજ પ્રતાપ હમણા સુધી તેજસ્વી યાદવને સીએમ તરીકે જોવા માગતા હતા. પરંતુ તેમના સુર હવે બદલાયા છે. તેજ પ્રતાપે પોતાના પરિવાર વિરુદ્ધ જ જંગ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પરથી પરિવારને અનફોલો કર્યો છે.
ભાઇના ભાઇ પર જ પ્રહાર
બિહારની રાજનીતિમાં તેજસ્વી યાદવને સીએમ પદ પર બિરાજમાન જોવું એ લાલૂ પ્રસાદ યાદવનું એકમાત્ર સપનું હોય તેમ લાગી રહ્યુ છે. આ કાર્ય માટે તેઓ કોઇપણ કુર્બાની આપી શકે છે. તેજ પ્રતાપ યાદવ અને પ્રમિકા અનુષ્કા યાદવના સંબંધો જ્યારે જગ જાહેર થયા તે બાદ લાલૂએ તેમના મોટા પુત્ર તેજ પ્રતાપને તેમની પાર્ટી, પરિવાર અને સંપત્તિમાંથી દૂર કર્યા હતા. આ કુર્બાનીનું સૌથી મોટું ઉદાહરણ છે. પરંતુ આ સસ્પેન્શન તેજસ્વી માટે ભારે પડી રહ્યુ છે.
Also Read
Bihar Assambly Election 2025: સંબોધન દરમિયાન Tej Pratap Yadavએ તેજસ્વી યાદવ અને Rahul Gandhi પર કર્યા પ્રહાર
Bihar Election 2025 : માયાવતીએ બિહારમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી, ચૂંટણીની જવાબદારી ભત્રીજા આકાશ આનંદને સોંપી
Bihar Election 2025: Tej Pratap Yadav બનાવશે પોતાનો નવો પક્ષ, Anushka Yadav આપશે સહયોગ
તેજ પ્રતાપ યાદવના વિવાદિત નિવેદન
તેજ પ્રતાપ યાદવનો 'વોટર અધિકારી યાત્રા' બાદ મરીન ડ્રાઇવ પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો અંગે જ્યારે તેજ પ્રતાપને પુછવામાં આવ્યુ હતુ ત્યારે તેઓએ કહ્યુ હતુ કે, ડાંસ કરવાથી ચૂંટણી જીતી શકાતી હોય તો સારી વાત છે. તેઓ વધુમાં કહ્યુ હતુ કે, નાચનારને શું કહેવામાં આવે છે. 'નચનિયા' કહેવામાં આવે છે. નાચતા રહે એ લોકો. ચૂંટણી જીતી જાય એ શુભેચ્છા છે અમારી.
અગાઉ પણ કરી ચુક્યા છે ટિપ્પણી
અગાઉ જ્યારે તેજ પ્રતાપ યાદવ પોતાના વિસ્તારમાં જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન કોઇએ તેજસ્વી યાદવ જિંદાબાદનો નારો લગાવ્યો હતો. આ સાંભળીને તેજ પ્રતાપ યાદવ ગુસ્સે ભરાયા હતા. આ દરમિયાન તેઓએ કહ્યુ હતુ કે, જે વ્યક્તિ પોતાના પરિવારનો ન થયો તે જનતા સાથે શું સંવેદના રાખશે?. તેજ પ્રતાપ યાદવ પોતાના પરિવારથી દરેક સ્થળેથી દૂર થયા હોય તેમ દર્શાવી રહ્યા છે.










