ચૂંટણી પંચના સત્તાવાર આંકડામાં એનડીએને પ્રચંડ બહુમતી મળી છે અને મહાગઠબંધનનો કારમો રકાસ થયો હોવાનું જોવા મળે છે. એનડીએને ફરી સત્તા મળતા કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી છે.


ભાજપ 84 બેઠકો પર આગળ

ચૂંટણી પંચે સવારે 11.36 વાગે જાહેર કરેલા અપડેટ મુજબ ભાજપ 84 બેઠકો પર આગળ છે જ્યારે જેડીયુ 76 બેઠકો પર આગળ છે અને આરજેડી માત્ર 35 બેઠકો પર જ આગળ છે

એલજેપી 22 બેઠકો પર આગળ

ઉપરાંત એલજેપી 22 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 6 બેઠકો પર આગળ છે. સીપીઆઇએમએલ 6 બેઠકો પર આગળ છે અને હમ 4 બેઠકો પર આગળ છે. ઉપરાંત એઆઇએમઆઇએમ 3 બેઠકો પર આગળ છે તથા રાષ્ટ્રીય લોક મોરચો 3 બેઠક પર આગળ છે


  • Follow us on: