2025ની બિહાર વિધાનસભા ચૂંટણી રાષ્ટ્રીય જનતા દળ માટે એક દુઃસ્વપ્ન બનવાની તૈયારીમાં છે. આ ચૂંટણી આરજેડીના સૌથી ખરાબ પ્રદર્શનમાંની એક બનવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય જનતા દળ આ ચૂંટણીમાં નિષ્ફળ ગયું છે અને તેજસ્વી યાદવને પણ પોતાની બેઠક જાળવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ તેજસ્વી યાદવ 16માં રાઉન્ડના અંતે 9912 મતથી પાછળ ચાલી રહ્યા છે
તેજસ્વી યાદવને હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ
બિહારના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોતા તેજસ્વી યાદવને હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ બનશે. તાજેતરના વલણો દર્શાવે છે કે આરજેડી ફક્ત 25 થી 26 બેઠકો પર આગળ છે, જ્યારે બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછા 24 ધારાસભ્યોની જરૂર છે.













