બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એવું લાગે છે કે આ વખતે મહાગઠબંધનમાં લોચો ચાલી રહ્યો છે. પહેલા તો પક્ષો વચ્ચે સીટ વહેંચણીને લઈને ઝઘડો થયો હતો, અને હવે ઉમેદવારોના નામાંકન એટલે કે ઉમેદવારી ફોર્મ પર વિવાદ થયો છે. તાજેતરનો ઝટકો કૈમુર જિલ્લાની મોહનિયા બેઠકથી આવ્યો છે, જ્યાં આરજેડી ઉમેદવાર શ્વેતા સુમનનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.


આરજેડી, 2020 ની ચૂંટણીમાં 12,000 મતોથી જીતી હતી

આ એ જ બેઠક છે જ્યાં તેજસ્વી યાદવની પાર્ટી, આરજેડી, 2020 ની ચૂંટણીમાં 12,000 મતોથી જીતી હતી. પરંતુ હવે, આ બેઠક પર જ આરજેડીનું ફોર્મ નકારી કાઢવામાં આવતા હવે આ બેઠક પર આરજેડીનો કોઈ ઉમેદવાર રહેશે નહીં.

ફોર્મ કેમ નકારી કાઢવામાં આવ્યું?

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. ભાજપે આરોપ લગાવ્યો કે શ્વેતા સુમન બિહારની વતની નથી. તે ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના સકલડીહાની વતની છે. ભાજપ લીગલ સેલના વડા વિદ્યાંચલ રાયે જણાવ્યું હતું કે 2020 માં શ્વેતા સુમનએ તેમના ઉમેદવારી પત્રોમાં ઉત્તર પ્રદેશનું સરનામું લખ્યું હતું, પરંતુ આ વખતે તેમણે બિહારનું સરનામું લખ્યું હતું.

ખોટી માહિતી છે અને ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન

ભાજપનો દાવો છે કે આ ખોટી માહિતી છે અને ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન છે. નિયમો અનુસાર, ફક્ત બિહારનો વતની જ અનામત બેઠક પરથી ચૂંટણી લડવા માટે લાયક છે. તેથી, કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદ પર કાર્યવાહી કરતા, ચૂંટણી પંચે શ્વેતા સુમનનું ફોર્મ રદ કર્યું.

હવે મોહનિયા બેઠકના બદલાતા સમીકરણો

આ વખતે, મોહનિયા વિધાનસભા બેઠક પર ભાજપની સંગીતા કુમારી અને આરજેડીની શ્વેતા સુમન વચ્ચે સીધી સ્પર્ધા થવાની ધારણા હતી. સંગીતા કુમારીએ 2020 ની ચૂંટણી આરજેડી ટિકિટ પર જીતી હતી, જેમાં ભાજપના ઉમેદવાર નિરંજન રામને 12,000 થી વધુ મતોથી હરાવ્યા હતા. જોકે, 2024 માં, તેઓ ભાજપમાં જોડાયા અને હવે એનડીએના ઉમેદવાર છે.

એક પછી એક આંચકો

હવે, શ્વેતા સુમનનું નામાંકન રદ થતાં, મોહનિયા બેઠક પર ભાજપ મજબૂત સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે આ નિર્ણય મહાગઠબંધન માટે મોટો ફટકો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેજસ્વી યાદવ બેઠક વહેંચણી વિવાદને સંભાળવામાં વ્યસ્ત છે.

  • Follow us on: