યુરોપિયન યુનિયને ભારત સાથે 'મધર ઓફ ઓલ ડીલ' પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે.

ખાલિસ્તાન મુદ્દા પર ભારતનું વલણ

કેનેડાના નવા પીએમ માર્ક કાર્ની, ભારત સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે. ત્યારે ભારતે ખાલિસ્તાન મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. માર્ક કાર્ની ભારતની મુલાકાત લેવા માંગે છે. પરંતુ તે પહેલાં NSA અજિત ડોભાલ ઓટ્ટાવાની મુલાકાત લેશે અને તેમના પોતાના ઘરમાં ખાલિસ્તાનીઓ સાથે વ્યવહાર કરવાના મિશનને પાર પાડશે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છે. ખાલિસ્તાનીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે. અજિત ડોભાલ ફેબ્રુઆરી 2026 માં "મિશન ઓટ્ટાવા" માટે રવાના થશે.

ઓટ્ટાવા મુલાકાત એક "રોડમેપ" બનાવશે

અજિત ડોભાલ આતંકવાદ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે. કેનેડાની સરકારને ભારત વિરોધી પ્રવૃત્તિઓ, ખાસ કરીને ખાલિસ્તાની અલગતાવાદીઓને, તેની ભૂમિનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવા વિનંતી કરશે. NSAની ઓટ્ટાવાની મુલાકાત ફક્ત રાજદ્વારી સુધી મર્યાદિત નહી રહે. તે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી અને કેનેડાની RCMP વચ્ચે સીધા સંકલન પર ભાર મૂકશે. ડોભાલની ઓટ્ટાવા મુલાકાત એક "રોડમેપ" બનાવશે. જેથી જ્યારે PM કાર્ને ભારતની મુલાકાત લે ત્યારે ચર્ચાઓ સુરક્ષા ચિંતાઓને બદલે ફક્ત વેપાર અને ભવિષ્યની ટેકનોલોજી પર કેન્દ્રિત થશે.

બિશ્નોઈ ગેંગ "આતંકવાદી સંસ્થા" તરીકે નિયુક્ત

કેનેડાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને "આતંકવાદી સંસ્થા" તરીકે નિયુક્ત કરી છે. તાજેતરના મહિનાઓમાં, કેનેડામાં ખંડણી અને હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. જેનો સીધો સંબંધ આ ગેંગ સાથે રહ્યો છે. કેનેડાના આ પગલાથી ભારતને એ સાબિત કરવામાં મદદ મળી છે કે સંગઠિત ગુના અને આતંકવાદ એક જ સિક્કાની બે બાજુ છે. હવે, બંને દેશો આ નેટવર્કને તોડી પાડવા માટે ગુપ્ત માહિતી શેર કરશે.

આ પણ વાંચોઃ India EU Trade Deal: બન્ને દેશ વચ્ચે શરુ થયેલા નવા અધ્યાયની વચ્ચે યુરોપિયન કમિશનનું શું છે વૈશ્વિક સ્તર?, જાણો