મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે ઘટનાની નિંદા કરી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.

પ્રતિમાને પહોંચાડ્યુ નુકસાન

તેલંગાણામાં સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા તોડવામાં આવી છે. મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે સમગ્ર ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભુજબળે આ મામલે અમિત શાહના હસ્તક્ષેપની માંગ કરી છે અને ગુનેગારો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

મંત્રી છગન ભુજબળની પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે આ ઘટનાને સામાજિક સમાનતાની મૂળભૂત ભાવના પર હુમલો ગણાવ્યો છે. આ ઘટના 6 ફેબ્રુઆરીએ તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં બની હતી. શાહને લખેલા પત્રમાં ભુજબળે જણાવ્યું હતું કે મહાત્મા ફુલે જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિશાન બનાવતી ઘટનાઓ પ્રગતિશીલ સામાજિક વિચારધારા પર હુમલો છે. તેમણે કહ્યું હતું કે લોકશાહી સમાજમાં આ કૃત્યો સહન કરી શકાતા નથી. છગન ભુજબળે આ ઘટનાને સામાજિક સુધારાની વિચારધારા પર ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો હતો.

https://twitter.com/BhimArmyChief/status/2019995578265113058 

સાંસદ ચંદ્રશેખર આઝાદે ઘટનાની કરી નિંદા

ઉત્તર પ્રદેશના નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે પણ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે લખ્યું છએ કે, તેલંગાણા રાજ્યના સંગારેડ્ડી જિલ્લાના તેલ્લાપુર ગામમાં સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિના પ્રણેતા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર કાયદા અમલીકરણ અધિકારીઓની હાજરીમાં ધોળા દિવસે થયેલો હુમલો માત્ર કાયરતાપૂર્ણ અને ગુનાહિત નથી. તે લાખો અનુયાયીઓની લાગણીઓ અને માનવતાવાદી વિચારધારામાં માનતા સમાજ પર સીધો હુમલો પણ છે.

આ પણ વાંચોઃ Lifestyle: લીમડાના પાન, છાલ અને ફળ છે એક વરદાન, વિવિધ ઉપયોગ વિશે જાણો