દિલ્હીના કર્તવ્ય પથના ઉદ્ધાટન સમારંભમાં પીએમ મોદીએ સંબોધનમાં કહ્યુ હતુ કે, અહીંથી દેશ માટે નવી નીતિઓ બનશે. દેશવાસીઓને કર્તવ્ય પથની શુભેચ્છા આપતા તેઓે કહ્યુ હતુ કે, કર્તવ્યના પાલનથી અધિકારોને મજબૂતી મળશે. સાથે જે તેઓએ કહ્યુ હતુ કે, આ અવસર આત્મમંથનનો છે. મહિલા સશક્તિકરણ પર વધુ જોર આપવાનું પણ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ.
પીએમ મોદીનું સંબોધન
વિકાસ અને વિરાસતનું વિઝન લઇને ભારત આગળ વધી રહ્યુ છે. 'મેક ઇન ઇન્ડિયા'ના માધ્યમથી ભારતના સફળતાની કહાની લખવામાં આવશે. નોર્થ અને સાઉથ બ્લોક હવે સંગ્રાહલય બનશે. ફાઇલો મામલે દ્રષ્ટીકોણ બદલવાની જરુર છે. અમુક મંત્રાલય ખત્મ કરવામાં આવ્યા અને કેટલાક મંત્રાલય ફરી શરુ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અંગ્રેજોના જમાનાના કાયદાઓ ખત્મ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કર્તવ્ય ભવનનું નિર્માણ કર્તવ્ય પથ પાસે થઈ રહ્યું છે. પહેલું કર્તવ્ય ભવન બની ગયું છે અને બીજા ઘણા કર્તવ્ય ભવન બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ કચેરીઓ નજીક હશે, ત્યારે કર્મચારીઓને જરૂરી સુવિધાઓ અને વાતાવરણ મળશે. આનાથી તેમને કસરત મળશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સામાન્ય કેન્દ્રીય સચિવાલયની 10 ઇમારતોના નિર્માણથી કેન્દ્ર સરકારને ભાડામાં 1500 કરોડ રૂપિયાની બચત થશે.
ઓગષ્ટ મહિનો ક્રાંતિનો સમયઃ પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ઓગષ્ટ મહિનો ક્રાંતિનો સમય છે. હજુ કેટલાયે કર્તવ્ય ભવનનું નિર્માણ ચાલુ છે. અહીં છત પર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. 1500થી વધુ જુના કાયદાઓ ખત્મ કરવામાં આવ્યા છે. 25 કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારતું અર્થતંત્ર દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. દેશમાં 30 હજાર પંચાયત ભવન બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં સરકારી યોજનાઓની ડિલિવરી લીકેજ મુક્ત બનાવવામાં આવી છે. દેશમાં 10 કરોડ લાભાર્થીઓ હતા, પછી ભલે તે રેશન કાર્ડ હોય, ગેસ સબસિડી હોય, શિષ્યવૃત્તિ હોય, જે ક્યારેય જન્મ્યા ન હતા. અગાઉની સરકારો તેમના નામે પૈસા મોકલતી હતી અને તે પૈસા આ નકલી લાભાર્થીઓના નામે વચેટિયાઓના ખાતામાં જતા હતા. તેમણે કહ્યું કે સરકારે 10 કરોડ નકલી નામો દૂર કર્યા છે અને નવીનતમ માહિતી એ છે કે દેશના 4 લાખ 30 હજાર કરોડ રૂપિયાથી વધુ ખોટા હાથમાં જતા બચાવ્યા છે. 4 લાખ 30 હજાર કરોડ રૂપિયા ચોરી ગયા છે અને આ પૈસા દેશના વિકાસમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જો એક ફાઇલ ઘણા લોકોની આશાઓ સાથે જોડાયેલી હોય, તો એક ફાઇલથી લાખો લોકો પ્રભાવિત થાય છે.