સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થયુ છે. વિપક્ષી દળોએ આ સત્રમાં મતદાતાની યાદીમાં SIR પર ચર્ચા કરવા માગ કરી છે.
SIR અને 'વંદે માતરમ' મુદ્દા પર ચર્ચા
સંસદના શિયાળુ સત્ર દરમિયાન SIR અને 'વંદે માતરમ' મુદ્દા પર ચર્ચા કરાશે. આ ચર્ચામાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. પરંતુ સવારે જ્યારે આ મામલે ચર્ચા ન કરાઇ હતી. ત્યારે બન્ને સદનમાં હોબાળો સર્જાયો હતો. અને વિપક્ષે સદનમાંથી વોકઆઉટ કર્યુ હતુ. આ વચ્ચે કેન્દ્ર સરકારે 'વંદે માતરમ' પર આ અઠવાડિયે જ વિશેષ ચર્ચા કરવા માટે નિર્ણય લીધો છે. આ ચર્ચા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 10 કલાકનો સમય આપ્યો છે.
Also Read
Parliament Winter Session: જ્યારે શ્વાન લઇને સંસદ પહોંચ્યાં કોંગ્રેસના સાસંદ.. Video થયો વાયરલ
Parliament Winter Session: ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત, વિપક્ષે કરી આ માગ
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, પાન મસાલા અને સિગારેટ વધુ મોંઘા થશે! સરકાર આ બિલ રજૂ કરશે
તમામ પક્ષને ભાગ લેવા આમંત્રણ
'વંદે માતરમ'ને 150 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ મામલે સરકારે આ મુદ્દે વિશેષ ચર્ચા કરવાનું જણાવ્યુ છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂની આગેવાનીમાં સર્વદળીય બેઠક અને કાર્યમંત્રાણા સમિતિની બેઠકમાં આ મામલે મ્હોર લગાવવામાં આવી હતી. જે અંગે લોકસભા અધ્યક્ષે પણ પોતાની મંજૂરી આપી હતી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક દર્શાવીને તમામ પક્ષને તેમા ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. તો આ તરફ વિપક્ષે આ ચર્ચા અંગે કોઇ રૂચિ દર્શાવી નથી.
વિપક્ષ SIR પર તત્કાલીક ચર્ચા કરાવવા માગ
વિપક્ષે દેશના 12 રાજ્યો અને સંઘશાસિત ક્ષેત્રોમાં મતદાતા યાદીના SIR સિવાય દિલ્હી આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની ખરાબ સ્થિતિ પર ચર્ચા કરાવવાની માગ કરી રહ્યુ છે. શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ સદનમાં હોબાળો સર્જાયો હતો. જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીના નિવેદન બાદ 'વંદે માતરમ' પર વિવાદ વથધુ ઘેરાયો હતો. મૌલાનાએ કહ્યુ હતુ કે, નિર્જીવ કોમ આત્મસમર્પણ કરે છે. અને 'વંદે માતરમ' બોલો તો તે તુરંત બોલવા માંડે છે.
આ પણ વાંચોઃ World News: Imran Khan મામલે પાકિસ્તાન સરકાર લેશે એક્શન, પરિવારમાં ચિંતાનો માહોલ










