પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યુ કોંગ્રેસે સમસ્યાનું સમાધાન કર્યુ નથી.

પીએમ મોદીનું જનમેદનીને સંબોધન

અસમના ડિબ્રૂગઢમાં જનતાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને કહ્યુ હતુ કે, ભૂતકાળની સરકારે કામ ન કરતા અને વિકાસલક્ષી કાર્યોને પૂર્ણ કરી રહ્યા છે. ડબલ એન્જિનની સરકારે ખાદ્ય ઉત્પાદન વધાર્યુ છે. ખરાબ થતી પરિસ્થિતિને સુધારવાના પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને તમામ યોજનાનોનો લાભ મળી રહી તે માટે કેન્દ્ર સરકાર સતત કાર્યો કરી રહી છે.

કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ કરી

કોંગ્રેસે ઘૂસણખોરોને બચાવ્યા છે. અને કોંગ્રેસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવા માંગે છે. જેનાની દેશની જનતાને નુકસાન થઇ રહ્યુ છે. કોંગ્રેસે તેના રાજમાં યૂરિયા ખાતરમાં અછત પેદા કરી હતી. કેન્દ્ર સરકારે યૂરિયા ખાતરમાં વધારો કર્યો છે. ડબલ એન્જિનની સરકારે ખાદ્ય ઉત્પાદન વધાર્યુ છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર વધુ સંવેદનશીલ છે.

પીએમ મોદીના આકરા પ્રહાર

કોંગ્રેસ વોટબેંક માટે SIRનો વિરોધ કરી રહી છે. અને સાથે જ દેશ વિરોધની વિચારધારાને પ્રોત્સાહન આપી આગળ વધારી રહી છે. તો આ તરફ કેન્દ્ર સરકાર તૃષ્ટીકરણના ઝેરથી અસમને બચાવી રહી છે. કોંગ્રેસે ખેડૂતોની સ્થિતિ બગાડી છે.

આ પણ વાંચોઃ કેવો છે ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર, કેવી રીતે મળશે વ્યાવસાયિકોની હિલચાલને પ્રોત્સાહન?