વિકસિત ભારતની યાત્રામાં 2025નું વર્ષ મહત્ત્વનું રહ્યુ હોવાનું પીએમ મોદીએ જણાવ્યુ હતુ.
વૈશ્વિક સ્તર પર ભારતની મજબૂત ઓળખઃ પીએમ મોદી
રાજ્યસભામાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશ હવે મહત્ત્વના તબક્કા પર પહોંચ્યો છે. જેના કારણે દેશમાં રોજ નવી યુવા ઉર્જા જોવા મળી રહી છે. યુવા શક્તિના કારણે વિશ્વ ભારતનું ટેલેન્ટ જોઇ રહ્યુ છે. અને નેતૃત્ત્વ કરવા માટે તક આપી રહ્યુ છે. તો સાથે જ રાષ્ટ્રપતિએ પણ દરેક વર્ગની વાત સંભાળીને તેમને યોગ્ય પ્રવૃત્તિ કરવા માટે તક આપી છે. અર્થતંત્ર વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત વિશ્વની સૌથી મજબૂત ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે.
વેપાર કરાર ઉદ્યોગ જગતને આપશે તેજ ગતિઃ પીએમ મોદી
ભારતે 9 દેશ સાથે ટ્રેડ ડીલ કરી હોવાનું પણ પીએમ મોદીએ તેમના અભિભાષણમાં જણાવ્યુ હતુ. ભારત સાથે ટ્રેડ ડીલ એ અર્થતંત્ર માટે મોટી વાત છે. ભારત વિશ્વ બંધુના સ્તરે ઘણા દેશો સાથે પાર્ટનર છે. આજે દેશ વિશ્વમાં તમામ ક્ષેત્રે પોતાનું સામર્થ્ય બતાવી શકે છે. તે યુવા શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું પણ પીએમ મોદીએ કહ્યુ હતુ. ભારત દેશની વિશ્વસનીયતાના કારણે વિશ્વ તેના તરફ નમી રહ્યુ છે. જેમની પાસે સામર્થ્ય હોય છે તેમની સાથે વિશ્વનો સાથ હોય છે.
વિપક્ષી સાસંદોનું સદનમાંથી વોકઆઉટ
પીએમ મોદી જ્યારે રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા હતા. ત્યારે વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યુ હતુ. અને હોબાળો કરીને સંબોધનમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. બુધવારે પીએમ મોદી લોકસભામાં સંબોધન કરવાના હતા. પણ વિપક્ષના હોબાળાના કારણે તેમનું ભાષણ ટળ્યુ હતુ. લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ વિના તેમના જવાબને પસાર કરાયો હતો. સ્પીકરે વિપક્ષના વર્તન અને હોબાળાને 'કાળા ડાઘ' સમાન ગણાવ્યુ હતુ.
આ પણ વાંચોઃ ઈરાનના પરમાણુ શસ્ત્રો વિકસાવવા અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે શું આપી ચેતવણી?, જાણો
