લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પુણેની વિશેષ કોર્ટમાં હાજર થયા હતા. અહીં તેઓએ તેમને જાનનો ખતરો હોવાનું જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, વીર સાવરકર પર આપેલા નિવેદન મુદ્દે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. કોર્ટમાં રાહુલ ગાંધીએ વધુ સુરક્ષાની માગ કરી હતી. આ મામલો વીર સાવરકર વિરુદ્ધ કથિત માનહાનિ ટિપ્પણી સાથે જોડાયેલો છે.


રાહુલ ગાંધીએ અપાઇ ધમકી

અરજી કરનાર સત્યાકી સાવરકરે રાહુલ ગાંધી પર કેસ દાખલ કર્યો છે. રાહુલ ગાંધી તરફથી વકીલ મિલિંદ દત્તાત્રય પવારે કોર્ટમાં લિખિત આવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ હતુ કે, ફરિયાદ કરનાર નાથૂરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજ છે. અને તેમનો ઇતિહાસ હિંસક ગતિવિધિઓ સાથે જોડાયેલો છે. આ ઉપરાંત રાહુલે રવનીત સિંહ બિટ્ટૂ અને તરવિંદર સિંહ મારવાહના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. પવારે આરોપ લગાવ્યો છે કે, રાજનૈતિક માહોલ અને અમુક નેતાઓના વિવાદિત નિવેદનોને કારણે રાહુલ ગાંધીને જાનનો ખતરો છે. રાહુલ ગાંધીની અરજીમાં રવનીત સિંહ બિટ્ટૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રવનીતે રાહુલને દેશના નંબર વન આતંકી તરીકે કહ્યો હતો. આ ઉપરાંત તરવિંદર સિંહ મારવાહે ધમકી આપી હતી કે, રાહુલ ગાંધીના હાલ પણ તેમની દાદીની જેમ કરવામાં આવશે.

સાવરકરના પૌત્રે ફરિયાદ નોંધાવી

વી.ડી. સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે પુણે કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ લંડનમાં એક ભાષણમાં દાવો કર્યો હતો કે સાવરકરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને તેઓ તેનાથી ખુશ હતા. સાત્યકીએ તેને ખોટું કહ્યું, કારણ કે સાવરકરના કાર્યોમાં આવી કોઈ ઘટના કે પુસ્તકનો ઉલ્લેખ નથી. તે જ સમયે, 'ભારત જોડો યાત્રા' દરમિયાન, રાહુલ ગાંધીએ સાવરકર પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે સાવરકરે ડરથી બ્રિટિશરો પાસેથી પેન્શન લીધું હતું અને દયા અરજીઓ લખી હતી. આ નિવેદનોના આધારે, નાસિકમાં દેવેન્દ્ર ભુતાડા અને લખનૌમાં વકીલ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 

  • Follow us on: