આ કેસમાં આગામી સુનાવણી 6 જાન્યુઆરી 2026ના રોજ હાથ ધરવામાં આવશે.
સોનિયા ગાંધીને ફટકારાઇ નોટિસ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હી રાઉઝ એવેન્યૂ કોર્ટ તરફથી નોટિસ આપવામાં આવી છે. ભારતીય નાગરિકતા વિના મતદાર યાદીમાં નામ આવતા આ કાર્યવાહી હાથ ઘરાઇ છે. આ રિવીઝન પિટીશન વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. આ અરજીમાં મજિસ્ટ્રેટ દ્વારા 1980-81માં યોજાયેલી ચૂંટણીમાં તેમનું નામ મતદાર યાદીમાં જોવા મળ્યુ હતુ. તે બાદ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આ ફરિયાદ ફગાવવા માટે પડકાર ફેંકાયો હતો. કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ આપી છે. અને TCR મંગાવવામાં આવ્યુ છે.
આદેશોને અપાયો પડકાર
દિલ્હીના વકીલે મજિસ્ટ્રેટ કોર્ટના એ આદેશને પડકાર આપ્યો છે જેમાં સોનિયા ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાના આદેશને સ્પષ્ટરૂપે ઇન્કાર કરવામાં આવ્યો હતો. અરજીમાં આરોપ લગાવાયો છે કે, ભારતીય નાગરિકતા લેવાના 3 વર્ષ પહેલા જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં જોડવામાં આવ્યુ હતુ. કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ આપી છે. હવે આ મામલો વાયુ વેગે પ્રસરી ચર્ચાનો વિષય બન્યો છે.
શું હતો મામલો ?
સોનિયા ગાંધીનું નામ 1980ના મતદાર યાદીમાં હતુ. તેઓએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતીય નાગરિકતા હાંસલ કરી હતી. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે કે, ભારતીય નાગરિક ન હોવા છતા તેમનું નામ મતદાર યાદીમાં કેવી રીતે મુકવામાં આવ્યુ?. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, 1982માં સોનિયા ગાંધીનું નામ વોટર લિસ્ટમાંથી ડિલીટ પણ કરવામાં આવ્યુ હતુ. અરજી દાખલ કરીને પૂછવામાં આવ્યુ છે કે, જો 1983માં ભારતીય નાગરિકતા હાંસલ કરી છે તો 1980-81માં ચૂંટણી દરમિયાન તેમનું નામ કેવી રીતે વોટર લિસ્ટમાં મુકવામાં આવ્યુ હતુ?.
આ પણ વાંચોઃ Celina Jaitlyના ભાભી ચારુલ જેટલીએ દાવાઓ પર ઉઠાવ્યા પ્રશ્ન, Vikrant Jaitly કેસમાં આવ્યો નવો વળાંક
