બદલાયેલા નામ અંગે પીએમઓએ નિવેદન આપ્યુ છે અને કહ્યુ છે કે, આ કાર્યસ્થળની સેવા ભાવનાને દર્શાવે છે.
આ બદલાવ સાંસ્કૃતિની સાથે જોડાયેલોઃ PMO
PMO પરિસરનું નામ 'સેવાતીર્થ' તો દેશમાં રાજભવનોના નામ 'લોકભવન' કરાયા. કેન્દ્રિય સચિવાલયનું નામ 'કર્તવ્ય ભવન' કરવામાં આવ્યુ છે. પીએમઓએ આ અંગે નિવેદન આપ્યુ છે અને જણાવ્યુ છે કે, આ કાર્યસ્થળની સેવા ભાવનાને દર્શાવે છે. સત્તામાંથી સેવા તરફ વધી રહ્યા છે. પીએમઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ બદલાવ તંત્રને લગતો નથી સાંસ્કૃતિની સાથે જોડાયેલો છે. અને પરિવર્તન સામે મોટો સંકેત છે.
સેવા ભાવનાને પ્રાધાન્યઃ PMO
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા પીએમ કાર્યાલયનું નામ બદલવામાં આવ્યુ છે. આની સાથે દેશના અન્ય સરકારી ભવનો અને માર્ગોના નામ પણ બદલવામાં આવ્યા છે. આ નામ બદલવાનો હેતુ એ છે કે, સત્તામાં સેવાની ભાવનાને આગળ વધારવામાં આવે. સરકાર તંત્રને સત્તાથી વધારે સેવા અને અધિકાર તરફ દોરે છે.
સરકાર જનતાની સેવા માટેઃ PMO
કેન્દ્રીય સચિવાલયને પણ નવુ નામ આપવામાં આવ્યુ છે. તેને 'કર્તવ્ય ભવન' નામ આપવામાં આવ્યુ છે. સરકારનું કહેવું છે કે, આ માત્ર નામ બદલાવ સુધી સીમિત નથી. પણ આ એક સંદેશ છે કે સરકાર જનતાની સેવા માટે છે. કોઇ શક્તિ પ્રદર્શન માટે નથી. સેવા, કર્તવ્ય અને પારદર્શિતા પર આ નામનો આધાર રાખવામાં આવ્યો છે.
