રાજદૂત સર્જિયો ગોરે કહ્યુ કે, એઆઇ-સુરક્ષિત સપ્લાઇ ચેનના ક્ષેત્રમાં બન્ને દેશના સહયોગ વધુ મજબૂત થશે.
બન્ને દેશ વચ્ચે મહત્ત્વના કરાર
ઇરાન-અમેરિકા યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત અંગે ઇચ્છા વ્યક્ત કરી છે. ભારતમાં યુએસના રાજદૂત સર્જિયો ગોરે આ મામલે માહિતી આપી હતી. પીએમ મોદી અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવા માટે આમંત્રિત કરી ચુક્યા છે. યુએસ-ભારત ટ્રેડ ડીલ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. ઇરાન અને ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા મુશ્કેલીમાં મુકાયુ છે. પરંતુ ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચે મહત્ત્વના કરાર થઇ શકે છે.
રાજદૂત સર્જિયો ગોરે આપી માહિતી
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યુ હતુ કે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો જલ્દી જ ભારત પ્રવાસે આવશે. તેઓએ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી હતી. અને કહ્યુ હતુ કે, માર્કો રુબિયોની યાત્રા વિવિધ પહલ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. તેમની યાત્રા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વાતચીત તો થશે પણ સાથે જ જાપાન અને ઓસ્ટ્રલિયા સાથે હિન્દ-પ્રશાંત સહયોગની વ્યાપક રૂપરેખાને આગળ વધારવા માટે પણ મદદ કરશે.
પૈક્સ સિલિકા ડીલ શું છે ?
ભારતનું આ પહેલામાં સામેલ થવુ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, પૈક્સ સિલિકા વિશ્વાસયુક્ત ટેક્નિકલ ભાગેદારી અને આર્થિક સુરક્ષાને મજબૂત કરવા માટે તૈયાર કરાયેલું મજબૂત કવચ છે. સર્જિયો ગોરે વધુમાં કહ્યુ હતુ કે, અમેરિકા ભારત સાથે સુરક્ષિત એઆઇ ટેક્નોલોજીની ભાગીદારી કરી રહ્યુ છે. પૈક્સ સિલિકા અમેરિકા વિદેશ વિભાગની પ્રમુખ પહેલ છે. જેનો ઉદ્દેશ્ય એઆઇ અને સપ્લાઇ ચેન સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ વધારવાનો છે. આના દ્વારા બન્ને દેશ વચ્ચે આર્થિક સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરાશે.
કોણ-કોણ થયુ સામેલ ?
પૈક્સ સિલિકામાં ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઇઝરાયલ, જાપાન, કતર, દક્ષિણ કોરિયા, સિંગાપુર, સંયુક્ત અરબ અમીરાત અને યુકે જેવા દેશે હસ્તાક્ષર કર્યા છે. ભારતની ભાગીદારી મહત્ત્વની છે. ભારત ખનિજના પુરવઠ પર ધ્યાન આપવું, ટેક્નોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ આપવો વગેરે જેવા ભાગ પર ધ્યાન આપશે.
