અમે એનડીએવાળા છીએ, ચૂંટણી સુધાર પર ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું પણ અમિત શાહે જણાવ્યુ હતુ.

અમિત શાહનો આક્રમક અંદાજ

શિયાળુ સત્ર દરમિયા લોકસભાને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, ઘુસણખોરો પીએમ કે સીએમ નક્કી કરશે નહી. વિરોધ પક્ષને આડે હાથ લેતા અમિત શાહે પ્રહાર કર્યા હતા. ચૂંટણી સાથે જોડાયેલા કામ માટે ચૂંટણી પંચ જવાબદાર છે. તેમ અમિત શાહે જણાવ્યુ હતુ. SIR મુદ્દે ખોટા મતદાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી મતદાતાઓને બહાર કાઢવામાં આવ્યા છે. સમયની સાથે અમુક અંતે SIRની કાર્યવાહી કરવી યોગ્ય છે.

રાહુલ ગાંધી અંગે અમિત શાહે શું કહ્યુ ?

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંબોધન વચ્ચે ટકોર કરી હતી. અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારે અમિત શાહે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, મારા મુદ્દાઓના કારણે રાહુલ ગાંધીના ચહેરા પર ઉદાસીનતા જોવા મળી રહી છે.

રાહુલ ગાંધી પર અમિત શાહના પ્રહાર

નહેરુ રાજમાં 3 વાર અને કોંગ્રેસ રાજમાં 11 વાર SIR થયુ છે. અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, ઇતિહાસ જ્યારે પણ જણાવવામાં આવે છે ત્યારે વિપક્ષ નારાજ થઇ જાય છે. રાહુલ ગાંધી મામલે અમિત શાહે કહ્યુ હતુ કે, હરિયાણા ચૂંટણી મામલે રાહુલ ગાંધીએ માત્ર ખોટી વાત પ્રસરાવી છે. રાહુલ ગાંધીના આરોપો પર અમિત શાહે કહ્યુ હતુ કે, વોટ ચોરી મામલે જનતા વચ્ચે ખોટી પ્રસ્તાવના મુકવામાં આવી હતી.

વિપક્ષને લીધું આડેહાથ

ચૂંટણી પંચને મતદાતાઓ મામલે સુધારણા કરવાનો અધિકાર છે. 2004 સુધી કોઇપણ પક્ષે SIRનો વિરોધ કર્યો નથી. વિપક્ષના તમામ સવાલનો જવાબ આપવા માટે તેઓ સક્ષમ હોવાનું અમિત શાહે કહ્યુ હતુ. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, મારા જવાબ બાદ સરકાર પાસે કોઇ મુદ્દો નહી બચે. ભૂલ સુધારવાની પ્રક્રિયા એટલે SIR. SIRના માધ્યમથી મતદાતાઓની યાદી સ્પષ્ટ અને શુદ્ધ કરીશું. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં પોતાના આક્રમક અંદાજ દ્વારા જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Bangladeshમાં Sheikh Hasinaની પાર્ટીને મળી મોટી રાહત, ચૂંટણી લડવા માટે મળી આ છૂટ