રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ભારતની સંતુલિત રાજદ્વારી નીતિને વધુ મજબૂત બનાવશે. રશિયા સામે યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સકીને લોબિંગ કરી રહ્યા છે.
મુલાકાતોનો સિલસિલો યથાવત્
ભારતીય અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી ચર્ચાઓ ચાલી રહી છે. પુતિનની ભારત મુલાકાત પહેલા નવી દિલ્હીએ ઝેલેન્સકીના કાર્યાલયનો પણ સંપર્ક કર્યો હતો. શાંતિ પ્રાપ્તિમાં તેની અસરકારક ભૂમિકા સુનિશ્ચિત કરવા માટે ભારત બંને દેશો સાથે વાતચીત જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. જુલાઈ 2024માં પીએમ મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી અને મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. તેના બરાબર એક મહિના પછી, ઓગસ્ટ 2024માં પીએમ મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી અને ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી.
ઝેલેન્સકીની ભારત મુલાકાત કયા પરિબળો નક્કી કરશે?
જોકે, ઝેલેન્સકીની પ્રસ્તાવિત મુલાકાતનો સમય ઘણા પરિબળો પર આધારિત રહેશે. જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાની પ્રગતિ, યુદ્ધભૂમિની પરિસ્થિતિ અને આંતરિક યુક્રેનિયન રાજકારણનો સમાવેશ થાય છે. યુક્રેનમાં ઝેલેન્સકી સરકાર હાલમાં એક મોટા ભ્રષ્ટાચાર કૌભાંડને કારણે દબાણ હેઠળ છે. જે આ મુલાકાતને અસર કરી શકે છે. ઝેલેન્સકીના નજીકના સહાયક અને ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રી યર્માકનું તાજેતરનું રાજીનામું પણ આ વિવાદ સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે.
પીએમ મોદી અને ઝેલેન્સકી કેટલી વાર મળ્યા ?
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આઠ વખત ફોન પર વાત કરી છે અને બંને નેતાઓ ચાર વખત સામ-સામે મળ્યા છે. તેમની તાજેતરની વાતચીત ઓગસ્ટના અંતમાં થઈ હતી. જ્યારે પીએમ મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપવા માટે ચીનના તિયાનજિનની મુલાકાતે ગયા હતા અને તે જ સમયગાળા દરમિયાન પુતિન સાથે મળવાનું હતું.
આ પણ વાંચોઃ ગ્રીક ટાપુ પર સ્થળાંતર કરનારાઓથી ભરેલી હોડી પલટી, 17 લોકોના થયા મોત
