આ સમગ્ર મામલે મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય ગૃહ સચિવે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને સાંજે પાંચ વાગ્યા સુધી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. તેમાં રાષ્ટ્રપતિને યોગ્ય પ્રોટોકોલ ન આપવાનો, માર્ગ વિશે યોગ્ય માહિતી ન આપવાની તેમજ અન્ય વ્યવસ્થામાં થયેલી ખામીઓ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
આ વિવાદ રાષ્ટ્રપતિ મુર્મૂના ઉત્તર બંગાળ પ્રવાસ દરમિયાન સામે આવ્યો હતો
હકીકતમાં આ વિવાદ રાષ્ટ્રપતિ મુર્મૂના ઉત્તર બંગાળ પ્રવાસ દરમિયાન સામે આવ્યો હતો, જ્યાં તેઓ દાર્જીલીંગમાં યોજાયેલા 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મૂળરૂપે આ કાર્યક્રમ બિધાનનગરમાં યોજાવાનો હતો, જ્યાં મોટી સંખ્યામાં સંથાલ આદિવાસી સમાજના લોકો આવી શકે. પરંતુ રાજ્ય પ્રશાસને સુરક્ષા, ભીડ અને અન્ય કારણો બતાવીને કાર્યક્રમને બાગડોરા નજીકના ગોશાઇપુર વિસ્તારમાં સ્થળાંતર કર્યો.
રાષ્ટ્રપતિએ પોતે પણ આ બદલાવ અંગે અસંતોષ વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિએ પોતે પણ આ બદલાવ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે નવું સ્થળ નાનું હોવાથી ઘણા લોકો કાર્યક્રમમાં પહોંચી શક્યા નહોતા. તેમણે મમતા બેનર્જી ને પોતાની નાની બહેન કહીને પૂછ્યું હતું કે શું તેઓ તેમનાથી નારાજ છે? કારણ કે તેમને સ્વાગત કરવા માટે ન તો મુખ્યમંત્રી આવ્યા હતી અને ન કોઈ મંત્રી. જ્યારે પદનું ગૌરવ જાળવવા માટે પ્રોટોકોલનું પાલન જરૂરી છે.
રાષ્ટ્રપતિના પ્રોટોકોલમાં સુરક્ષા સંબંધિત “બ્લૂ બુક” નિયમોના અનેક સ્તરે ઉલ્લંઘન
રાષ્ટ્રપતિના પ્રોટોકોલમાં સુરક્ષા સંબંધિત “બ્લૂ બુક” નિયમોના અનેક સ્તરે ઉલ્લંઘન થયાની પણ ચર્ચા છે. તેમાં રાષ્ટ્રપતિને રિસીવ કરવા અને વિદાય આપવા માટે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને DGP હાજર કેમ નહોતા તે પ્રશ્ન ઊભો થયો છે. માહિતી મુજબ માત્ર સિલીગુડીના મેયર જ તેમને સ્વાગત કરવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ માટે બનાવવામાં આવેલા વોશરૂમમાં પાણી પણ ન હતું અને પ્રશાસન જે માર્ગથી પસાર થયું તે કચરાથી ભરેલો હતો. સૂત્રો અનુસાર આ પરિસ્થિતિ માટે દાર્જિલિંગના DM, સિલીગુડીના CP અને ADM જવાબદાર હોઈ શકે છે.
આ મામલે અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે TMC સરકારે અયોગ્ય વર્તન કરીને ભારતના રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે અને આ ભારતના સંવિધાનિક લોકતંત્રના મૂલ્યો પર પ્રહાર સમાન છે.
શાહે વધુમાં આરોપ લગાવ્યો કે આ ઘટના રાજ્ય સરકારમાં વ્યાપક અવ્યવસ્થા દર્શાવે છે. તેમણે કહ્યું કે સરકાર માત્ર નાગરિકોના સંવિધાનિક અધિકારોનું જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ સંવિધાનિક પદનું પણ યોગ્ય સન્માન કરતી નથી. ખાસ કરીને આદિવાસી સમાજના કાર્યક્રમ દરમિયાન બનેલી આ ઘટના સમગ્ર દેશ માટે અપમાનજનક છે.
આ પણ વાંચો: Chandrma Gochar: નબળી રાશિમાં ચંદ્રમાનું ગોચર, 9 માર્ચથી બદલાશે આ રાશિની કિસ્મત !
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)













