મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થઈ ગયું છે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજ્યને નવા મુખ્યમંત્રી પણ મળ્યા છે. યુમનામ ખેમચંદે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
https://twitter.com/ANI/status/2019026746327339353
મણિપુરમાં લગભગ એક વર્ષ બાદ બુધવારે રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. સાથે જ ભાજપ મણિપુર વિધાનસભા દળના નેતા યુમનામ ખેમચંદ સિંહે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી છે।
રાજ્યપાલે અપાવી શપથ
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ લોક ભવનમાં યુમનામ ખેમચંદને શપથ અપાવી હતી. આ ઉપરાંત, કુકી સમુદાયમાંથી ભાજપના ધારાસભ્ય નેમચા કિપગેનએ વર્ચ્યુઅલ માધ્યમથી મણિપુરના ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી. સાથે જ નાગા પીપલ્સ ફ્રન્ટના ધારાસભ્ય એલ. ડીખોએ પણ ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક નોટિફિકેશન જાહેર કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય નવા મુખ્યમંત્રીના શપથગ્રહણથી થોડા કલાકો પહેલાં લેવામાં આવ્યો હતો.
સવારથી જ ચાલી રહી હતી તૈયારીઓ
મણિપુર ભાજપે આ વાતની પુષ્ટિ કરી છે કે એનડીએ ધારાસભ્ય દળના નેતા યુમનામ ખેમચંદ સિંહે બુધવારે સાંજે 6 વાગ્યે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સવારથી જ તેની તૈયારીઓ ચાલી રહી હતી. મણિપુર ભાજપ એકમે આ માહિતી એક્સ પર આપી છે.
રાજ્યમાં સ્થિરતા અને પ્રગતિના નવા યુગની શરૂઆત કરશે.
X પર ભાજપે લખ્યું, યુમનામ ખેમચંદ સિંહનું મણિપુરના માનનીય મુખ્યમંત્રી તરીકેનું શપથગ્રહણ સમારોહ આજે, 4 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 6:00 વાગ્યે લોક ભવનમાં યોજાશે. તેમના અનુભવી અને દૂરદર્શી નેતૃત્વ હેઠળ મણિપુર શાંતિ, વિકાસ અને સુશાસનના માર્ગે આગળ વધીને રાજ્યમાં સ્થિરતા અને પ્રગતિના નવા યુગની શરૂઆત કરશે.
આ પણ વાંચોઃ Elon Musk બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, SpaceX અને xAI ના વિલયથી 7 લાખ કરોડ કમાયા