પજાબમાં પૂરના કારણે ભારે વિનાશ થઈ રહ્યો છે. આકાશી આફતથી અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. 23 જિલ્લાઓના 1902થી વધુ ગામડાઓ પાણીની ઝપેટમાં છે. જેનાથી 3.84 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત લોકો અને ગામડાઓમાં વહીવટીતંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે મુખ્યમંત્રી ભગવંત માનએ દરેક અસરગ્રસ્ત ગામમાં એક ગેઝેટેડ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. અસરગ્રસ્ત લોકો આ અધિકારીઓ સાથે તેમની સમસ્યાઓ શેર કરી શકશે.

ભાખરા ડેમમાં પાણીનું સ્તર વધ્યુ

હિમાચલના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ભાખરા ડેમના પાણીના સ્તરમાં ઝડપથી થયેલા વધારાને ધ્યાનમાં રાખીને BBMB મેનેજમેન્ટે ચારેય પૂર દરવાજા 9-9 ફૂટ ખોલ્યા છે.
મળતી માહિતી અનુસાર એક લાખ ક્યુસેકથી વધુ પાણીના આગમન સાથે, ભાખરા ડેમનું પાણીનું સ્તર 1679 ફૂટ પર પહોંચી ગયું. આ સમય દરમિયાન, ટર્બાઇન અને ફ્લડ ગેટ દ્વારા કુલ 85 હજાર ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે સતલજ નદીના કિનારે આવેલા નીચલા ગ્રામીણ વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો, જોકે રૂપનગરના ડીસી વર્જિત વાલિયા અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે સવારે જ લોકોને ઘર છોડીને સલામત સ્થળોએ જવા કહ્યું હતું.

ડેમમાંથી પાણી છોડાતા ભયનો માહોલ

ભાખરા ડેમમાંથી છોડવામાં આવેલા 85 હજાર ક્યુસેક પાણીમાંથી નાંગલ ડેમમાંથી નીકળતી નાંગલ હાઇડેલ અને શ્રી આનંદપુર સાહિબ હાઇડેલ કેનાલમાં 9 હજાર ક્યુસેક પાણી જઈ રહ્યું છે, જ્યારે 67 હજાર ક્યુસેક પાણી સતલુજ નદીમાં જઈ રહ્યું છે, જેના કારણે હર્ષ બેલા, પટ્ટી દુચાલી, પટ્ટી ટેક સિંહ, સંસોનવાલ, એલ્ગરા, બેલા ધ્યાની, બેલા ધ્યાની લોઅર, બેલા રામગઢ, શિવ સિંહ બેલા, પ્લાસી, સિંઘપુરા, જોહલ, તરફ મજારી, ભાલણ, કાલિત્રા, દાડોલી લોઅર અને ડાબખેડામાં ભય વધી ગયો છે.


આ તરફ લુધિયાનામાં પણ પાણીએ અસર દેખાડી છે. બંધ નબળો પડવાની જાણ થતા જ કેબિનેટ મંત્રી સહિત ડે.કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા. એનડીઆરએફ પણ સ્થળ પર પહોંચી હતી. બંધને પાક્કુ કરવાનું કામ કાજ શરૂ કરવામાં આવ્યું. પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવાની તૈયારી કરી અને ઊંચાઇ વાળી જગ્યાઓ પર લઇ જવાયા જેથી કોઇ મુશ્કેલી ન થાય. ધુસ્સી બંધની પણ મુલાકાત લીધી. જેથી હાલ સ્થિતિ કંટ્રોલમાં છે. ક્યાંય વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા નથી.પરંતુ દરિયાની આસપાસ રહેતા લોકોને એલર્ટ કરાયા છે.


કેન્દ્રીય કૃષિ મંત્રી પાણીમાં ઉતર્યા

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે કેન્દ્ર સરકાર પંજાબના પાંચ જિલ્લાઓમાં પૂરથી થયેલા નુકસાન અંગે ચિંતિત છે. એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે પંજાબ મોકલ્યા છે. ગુરુવારે અમૃતસર પહોંચેલા શિવરાજ સિંહ ચૌહાણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અજનાલાના ગામ ઘોનેવાલામાં રાવી નદીના કારણે થયેલા નુકસાનનો અભ્યાસ કર્યો. તેઓ પૂરગ્રસ્ત લોકોને પણ મળ્યા. આ દરમિયાન, કૃષિ મંત્રી પાણીમાં ઉતર્યા અને પરિસ્થિતિનો અભ્યાસ કર્યો.

  • Follow us on: