ઉપરાષ્ટ્રપતિ પદ માટે મંગળવારે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ વોટિંગ છે. સત્તા પક્ષ એનડીએના સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકના સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાલબો છે. એનડીએના નંબર ગેમના આધાર પર જીત જોવા મળી રહી છે, પરંતુ વિપક્ષી ઉમેદવારા સુર્દશન રેડ્ડીને સાંસદોની અંતરાત્માની અવાજ પર વધુ વિશ્વાસ છે. આવી રીતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ખૂબજ રસપ્રદ બની ગઇ છે.
નંબર ગેમ કે પછી અંતરાત્માનો અવાજ?
સંસદના બંને સંદન લોકસભા અને રાજ્યસભાના સદસ્ય ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટિંગ કરે છે. આ સંદર્ભમાં, સાંસદોની સંખ્યાના સંદર્ભમાં NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ઇન્ડિયા બ્લોક ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી કરતાં આગળ છે.રાધાકૃષ્ણનને 439 તો સુર્દશનને 324 સાંસદોનુ સમર્થન મળવાની આશા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA અને 'ઈન્ડિયા' બ્લોકે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDA સામે 'ઈન્ડિયા' બ્લોકને કઠિન ટક્કર આપવાનો પડકાર છે. એવામાં તે અંતરાત્માનો અવાજના આધાર પર પોતાની સંખ્યા વધારવાનો દાવ રમી રહ્યા છે. સુદર્શન રેડ્ડીએ વિડિયો અપીલ જાહેર કરીને વિપક્ષી સાંસદોને આકર્ષવા માટે એક પગલું ભર્યું છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું નંબર ગેમ સમજીએ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા અને રાજ્ય સભાના સદસ્ટ મતદાન કરે છે. આ સંદર્ભે બંને સદનોના કુલ સાંસદોની સંખ્યા 781 છે. એટલે કે જીત માટે 392 સાંસદોનુ સમર્થ જોઇએ.
લોકસભા-542 અધ્યક્ષને છોડીને, એનડીએઃ 293 વિપક્ષઃ 234 અન્યઃ 15
રાજ્યસભા- કુલ સંખ્યા 245-6 = 239 એનડીએઃ 132 વિપક્ષઃ 77 અન્યઃ 30
વિપક્ષને 'અંતરાત્માની અવાજ' નો આધાર
વિપક્ષ આશા રાખી રહ્યુ છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જેટલી સાફ દેખાઇ રહી છે એટલી નથી. અનેક સાંસદ પોતાના અંતરાત્માની અવાજ પર વોટિંગ કરી શકે છે. બી.સુર્દશન રેડ્ડી કહી પણ ચૂક્યા છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વ્હિપ નથી હોતુ. એવામાં અનેક વિપક્ષી સાંસદ પોતાની અંતરાત્મા પ્રમાણે વોટિંગ કરશે.
કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે શરાબ ઘોટાલા મામલે આરોપી સાંસદ મિથુન રેડ્ડીની મુક્તિ અંગે ટીડીપી અને વાયએસઆરસી વચ્ચેની દુશ્મનાવટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "હવે તેઓ થોડા સમય માટે વચગાળાના જામીન પર મુક્ત છે. એટલા માટે નહીં કે ન્યાય થયો,પરંતુ એટલા માટે કે તેમણે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમા તેમને વોટ આપવો છે. ખરું સસ્પેન્સ એ છે કે શું ટીડીપીના લોકો એવા ભાજપના ઉમેદવારને મત આપશે જેમણે તેમને જેલમાં મોકલ્યા હતા? કે પછી તેઓ બંધારણના રક્ષણ માટે લડી રહેલા ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને મત આપશે?