કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પર આવેલા ડીસીપી ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. તેમની સાથે કોંગી કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આ ધરણામાં સીજેપી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ થયેલ વિદ્યાર્થી અને તેની માતા પણ છે. રાહુલ ગાંધીની માગ છે કે પેલેટ ગન મુદ્દે પોલીસ એફઆઇઆર દાખલ કરવામાં આવે. રાહુલ ગાંધીનો આરોપ છે કે પેલેટ ગન ચલાવવામાં આવી હતી. આ મામલે રાજકારણ ગરમાયુ છે.
રાહુલ ગાંધીની વાત પર કોઈ ભરોસો કરતું નથી - બ્રિજભૂષણ શરણ સિંહ
પેલેટ ગન પીડિતના મામલે રાહુલ ગાંધીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચીને ધરણા કરવા પર ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, "રાહુલ ગાંધીની વાત પર કોઈ વિશ્વાસ કરતું નથી. તેઓ આક્ષેપ કરીને નીકળી જાય છે. તેમણે આ વાત સંસદમાં કેમ ન રાખી? તેમણે સંસદ કેમ ન ચાલવા દીધી? તેઓ માત્ર જનતાની વચ્ચે જાય છે."
દિલ્હી પોલીસ દાખલ કરી રહી છે FIR
જો કે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની વાત માની લીધી છે. પેલેટ ગન મામલે દિલ્હી પોલીસ એફઆઇઆર દાખલ કરી રહી છે. મહત્વનું છે કે છેલ્લા 4 કલાકથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગી કાર્યકર્તાઓ ધરણા પર ઉતર્યા હતા. તેમણે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી, આ ઘટનાને પાર્ટીએ ક્રૂરતાનું કૃત્ય ગણાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યા પછી નેતાઓએ તેમની સાથે દલીલ કરી.
https://twitter.com/ANI/status/2090770959699689798
પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થશે: પવન ખેડા
કોંગ્રેસના સાંસદ પવન ખેડાએ કહ્યું, 'ઘણા દિવસોથી સમગ્ર દેશના યુવાનો રાહ જોઈ રહ્યા હતા કે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવીને જવાબ આપશે. 22 દિવસ સુધી સંસદનું સત્ર ચાલ્યું, પરંતુ તેઓ ન આવ્યા, તેમનામાં હિંમત નહોતી. ત્યારબાદ અમે રાહ જોઈ કે હવે FIR નોંધાશે, પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થશે, જેણે (પેલેટ ગન ચલાવવાનો) આદેશ આપ્યો તેની સામે કાર્યવાહી થશે, પરંતુ આવું કંઈ થયું નહીં. હવે રાહુલ ગાંધી DCP ઓફિસની બહાર ધરણા કરીને રાહ જોઈ રહ્યા છે કે FIR નોંધાશે, પરંતુ FIR નોંધવામાં આવી રહી નથી.'
કેન્દ્ર સરકાર પર ખડગેનું નિશાન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીના ધરણા અંગે કહ્યું, 'પીડિત છોકરાના શરીરમાં છરા (પેલેટ) છે. સરકારે કહ્યું હતું કે, જે લોકોએ ભૂલ કરી છે તેમની સામે કાર્યવાહી કરશે, પરંતુ હજુ સુધી કોઈની પણ સામે FIR નોંધવામાં આવી નથી, તેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા છે. જે વ્યક્તિને પેલેટ ગનથી મારવામાં આવ્યો છે તે વ્યક્તિ પણ ત્યાં જ હાજર છે.'
હુમલો પોલીસ પર થયો તેનો વિરોધ કેમ નહી- સ્મૃતિ ઇરાની
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાહુલ ગાઁધી પોલીસ પર થયેલા હુમલાનો કેમ વિરોધ નથી કરતા. આંદોલનને લઇને તપાસ ચાલી રહી છે તો રાહુલ ગાંધી કેમ વિરોધ કરે છે. રાહુલ ગાંધી વંદેમાતરમ અંગે જવાબ આપવાથી બચવા આ બધુ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી સ્વાંગ રચી રહી છે.
FIR નોંધાય ત્યાં સુધી અમે અડગ રહીશું: રાહુલ ગાંધી
ધરણા વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે સાહિલના કેસમાં FIR નોંધવામાં નિષ્ફળતાનો એક જ અર્થ થાય છે: શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો પર ખુલ્લેઆમ પેલેટ ગનથી ગોળીબાર કરી શકાય છે, છતાં તેમને ન્યાય મળી શકતો નથી. FIR નોંધાયઅને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન ન મળે ત્યાં સુધી અમે અડગ રહીશું. અમારું લક્ષ્ય ન્યાય છે, અને અમે તેને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખીશું."
https://twitter.com/RahulGandhi/status/2090731713920168049
કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરે છે- જેપી નડ્ડા
આખો દેશ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર રાહુલ ગાંધીએ જે પ્રકારની સસ્તી, ધ્યાન ખેંચનારી રાજનીતિ દર્શાવી છે તે જોઈ રહ્યો છે. રાહુલ ગાંધીનો આજે ધરણાનો વિરોધ વિદ્યાર્થીઓ માટે કે ન્યાય માટે નથી; તે કોંગ્રેસ પક્ષની રાજકીય હતાશા અને રાહુલ ગાંધીની મીડિયા ધ્યાન ખેંચવાની ભૂખનું પ્રતીક છે.
હાઇ પાવર્ડ કમિટિની રચના કરી છે- જેપી નડ્ડા
"આખો દેશ જાણે છે કે સુપ્રીમ કોર્ટે 20 જુલાઈની ઘટનાની નોંધ લીધી છે અને ભૂતપૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં પાંચ સભ્યોની ઉચ્ચ-શક્તિવાળી સમિતિની રચના કરી છે. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત આ મામલાની તપાસ કરી રહી છે, ત્યારે રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનની બહાર કેમેરા સામે બેસીને શું સાબિત કરવાની આશા રાખે છે? શું વિપક્ષના નેતાને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસનો અભાવ છે? સત્ય એ છે કે રાહુલ ગાંધી ફક્ત પોતાને હેડલાઇન્સમાં રાખવા માટે આ 'કેમેરા-કેન્દ્રિત' નાટક કરી રહ્યા છે."
https://twitter.com/ANI/status/2090741198562775202
ધ્યાન ભંગ કરવા નવુ નાટક કર્યુ- જેપી નડ્ડા
"જો આપણે આ સમગ્ર નાટકના સમયને ધ્યાનમાં લઈએ, તો આપણને ખ્યાલ આવે છે કે કોંગ્રેસ પાર્ટી હાલમાં 'વંદે માતરમ' ના મુદ્દા પર દેશભરમાં તીવ્ર ટીકાનો સામનો કરી રહી છે. રાષ્ટ્રગીત પ્રત્યે કરવામાં આવેલા અપમાન અંગે જનતા કોંગ્રેસ પાસેથી જવાબો માંગી રહી છે, ખાસ કરીને જ્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા ત્રિરંગા જેવા દેખાતા કેક કાપતા જોવા મળ્યા હતા. તેમના આ રાષ્ટ્રવિરોધી ચહેરાને છુપાવવા અને તેમને સામનો કરવો પડેલી ભારે શરમથી ધ્યાન હટાવવા માટે, રાહુલ ગાંધીએ ઉતાવળમાં આ નવું નાટક ધ્યાન ભંગ કરવા માટે ગોઠવ્યું છે."
https://twitter.com/ANI/status/2090740650396500281