શું છે 2018નો માનહાનિ કેસ ?
- 8 મે: 2018ની કર્ણાટક ચૂંટણી દરમિયાન બેંગલુરુમાં ચૂંટણી પ્રચાર વખતે, રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. તે સમયે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
- 4 ઓગસ્ટ: આ મામલે, ભાજપના નેતા અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી.
- વર્ષ 2023: કોર્ટ દ્વારા સમન્સ જારી
- 27 નવેમ્બર, 2023ના રોજ, કોર્ટે રાહુલ ગાંધીને ટ્રાયલ (મુદ્દમા)નો સામનો કરવા માટે હાજર થવા સમન્સ પાઠવ્યું.
- વર્ષ 2024: રાહુલ ગાંધીને જામીન મળ્યા.
https://x.com/ANI/status/2114601612023120216?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2114601612023120216%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
- 20 ફેબ્રુઆરી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા. તેમણે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જે બાદ તેમને જામીન આપવામાં આવ્યા. જોકે, ત્યારબાદ ફરિયાદી વિજય મિશ્રાએ વિનંતી કરી કે સરખામણી કરવા માટે રાહુલ ગાંધીના અવાજનો નમૂનો (વોઈસ સેમ્પલ) લેવામાં આવે.
- 21 મે: મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમની અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ, વિજય મિશ્રાએ સેશન્સ કોર્ટમાં તેને પડકારી.
- 15 જુલાઈ: એડીજે (ADJ) કોર્ટે પણ તેમની પુનર્વિચાર અરજી (revision application) ફગાવી દીધી.
- 10 સપ્ટેમ્બર: ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી. જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ તેને પણ ફગાવી દીધી.
- 6 ઓક્ટોબર: કેસમાં દલીલો શરૂ થઈ.