વિપક્ષના નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં ચૂંટણી પંચની સ્પેશિયલ વોટર રિવિઝન (SIR) પ્રક્રિયા અને કમિશનરો વચ્ચેના કથિત મતભેદો અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બંધારણના દુશ્મનોનો પર્દાફાશ થયો છે અને તેમણે #VoteChori હેશટેગનો ઉપયોગ કર્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું 50 વર્ષથી રાજકારણથી જોડાયેલા છું...મેં દરેક વખતે સત્તા વિરોધી લહેર જોઈ છે. ઇન્દિરા ગાંધીએ 1974માં બાંગ્લાદેશ બનાવ્યું. ત્યારબાદ થોડા વર્ષો સુધી તેમને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસ અને અન્ય પક્ષોને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો."
https://twitter.com/ANI/status/2103093291378164093
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં સરમુખત્યારશાહી હોય છે, ત્યાં સત્તા વિરોધી લહેર નથી હોતી... 2024ની લોકસભા ચૂંટણી અને ત્યારપછીની બધી વિધાનસભા ચૂંટણીઓમાં ગોટાળા થયા છે. મત ચોરી એ દરેક ભારતીયના અધિકારોનું ઉલ્લંઘન છે. મત ચોરી એટલે કાયદાની ચોરી... સરકારે CEC ને કાયદાથી ઉપર રાખ્યા હતા. CEC એ ભારતની ચૂંટણી પ્રણાલીને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી છે. અમારી પાસે મત ચોરીના બધા પુરાવા છે.
https://twitter.com/ANI/status/2103090508482650506
