રાજકારણમાં નેહરુ-ગાંધી પરિવાર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. હવે આ પરિવારમાં એક નવું નામ ઉમેરવાનું છે અને તે છે અવીવા બેગ. જે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્રરેહાન વાડ્રાની ગર્લફ્રેન્ડ છે. હવે આ બંનેએ સગાઇ કરી લીધી છે. સાત વર્ષના સાથે રહ્યા પછી રેહાને અવીવા બેગ સાથે સગાઈ કરી છે, અને તે તેમના જીવનનો ભાગ બનવાની છે. ત્યારે આવો જાણીએ અવીવા બેગ આ નામનો અર્થ શું થાય છે.

અવીવા બેગ એટલે શું?  

અવિવા બેગ એક એવું નામ છે જેનુ મૂળ ફારસી અને અરબી ભાષા સાથે જોડાયેલુ છે. 'અવીવા' સામાન્ય રીતે હિબ્રુ અથવા અરબી મૂળનું માનવામાં આવે છે, જેનો અર્થ 'જીવન', 'પ્રકાશ' અથવા 'સકારાત્મક ઉર્જા' થાય છે. જ્યારે 'બેગ' શબ્દ તુર્કી અને ફારસી મૂળનો છે, જેનો પરંપરાગત રીતે અર્થ શ્રીમાન અથવા 'અધિકાર રાખનાર વ્યક્તિ' થાય છે. 'બેગ' અટક પરંપરાગત રીતે મધ્ય એશિયાઈ અને મુસ્લિમ સમાજમાં વપરાય છે.


નામનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ

બેગ શબ્દ મધ્ય એશિયાઇ અને ફાલસી સંસ્કૃતિ પરંપરામાં રાજવીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે વપરાય છે. આ પ્રકારના નામમાં સન્માન અને પ્રતિષ્ઠાનો સંકેત છૂપાયેલો હોય છે. અવીવા સાથે આ શબ્દ જોડવાથી ન તે સારો લાગે છે પરંતુ એક ઉચ્ચશ્રેણીની સામાજિક ઓળખ પણ દર્શાવે છે.

લોકપ્રિય નામ 

અવીવા બેગ નામ વિશ્વભરમાં ખૂબ સામાન્ય નથી પરંતુ તે ખાસ કરીને મધ્ય પૂર્વીય અને યુરોપિયન યહૂદી અથવા મુસ્લિમ પરિવારોમાં સામાન્ય છે. ભારતમાં આ નામ પ્રમાણમાં ઓછુ સાંભળવા મશે છે પરંતુ લોકપ્રિયતા વૈશ્વિક સ્તરે વધી રહી છે. આ નામ સામાન્ય નામોથી અલગ હોવાથી, વ્યક્તિત્વ અને વ્યક્તિગત ઓળખનું પ્રતીક માનવામાં આવે છે. 
  • Follow us on: