બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર મોતિહારી પહોંચ્યા હતા. પીએમ મોદીએ મોતિહારીથી અનેક પરિયોજનાઓની લોકોને ભેટ આપી હતી. પીએમ મોદીએ આ સિવાય 4 અમૃત ભારત ટ્રેનને પણ ઓનલાઇન લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ ટ્રેન પટના-નવી દિલ્હી, મોતિહારી-આનંદ વિહાર, દરભંગા-ગોમતીમગર અને ભાગલપુર-ગોમતીનગર પર ચાલશે.બિહારથી દિલ્હી અને યુપીના લખનઉ સુધીની યાત્રા સરળ બનશે. આવો જાણીએ અમૃત ભારત ટ્રેનની સુવિધાઓ વિશે..


અમૃત ભારત ટ્રેન

મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદિત - સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી

જૂનું સંસ્કરણ: અમૃત ભારત 1.0

નવું સંસ્કરણ: અમૃત ભારત 2.0 (પહેલા કરતાં વધુ અનુકૂળ અને હાઇ-ટેક)

મહત્તમ ગતિ: 130 કિમી/કલાક

ધ્યેય: મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા મુસાફરોને સ્માર્ટ, સલામત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો.


બિહારમાં 4 અમૃત ભારત ટ્રેન ચલાવવામા આવશે.

માલદા ટાઉન-ભાગલપુર-લખનઉ(ગોમતી નગર) અમૃત ભારત એક્સપ્રેસ

દરભંગા-લખનઉ(ગોમતી નગર) અમૃત ભારત એક્સપ્રેસ

રાજેન્દ્ર નગર ટર્મિનલ(પટણા) નવી દિલ્લી અમૃત ભારત એક્સપ્રેસ

માલદા ટાઉન-ભાગલપુર-લખનઉ (ગોમતી નગર) અમૃત ભારત એક્સપ્રેસ


અમૃત ભારત ટ્રેનની સુવિધાઓ

ફોલ્ડેબલ સ્નેક્સ ટેબલ, મોબાઇલ હોલ્ડર, ફોલ્ડેબલ બોટલ હોલ્ડર, ફાસ્ટ મોબાઇલ ચાર્જિગ પોર્ટ, આરામદાયક સીટ

રેડિયમ એલ્યુમિનેટેડ ફ્લોરિંગ સ્ટ્રીપ્સઃ અંધારામાં પણ રસ્તો બતાવે તેવી લાઇટિંગ

એર સ્પ્રિંગ બોડીઃ આરામ દાયક મુસાફરીનો અનુભવ

આધુનિક અને દિવ્યાંગજન મૈત્રીપૂર્ણ શૌચાલયઃ ઇલેક્ટ્રો ન્યુમેટિક ફ્લશિંગ સિસ્ટમ, ઓટોમેટિક સાબુ ડિસ્પેન્સર


સુરક્ષા અને ઇમરજન્સી

ક્રેશ ટ્યુબ સાથે સેમી-ઓટોમેટિક કપ્લરનો ઉપયોગ

EP-સહાયિત બ્રેક સિસ્ટમ સુવિધા

સીલબંધ ગેંગવે અને વેક્યુમ ઇવેક્યુએશન સિસ્ટમથી સજ્જ

દરેક કોચમાં ટોક બેક યુનિટ

નોન-એસી કોચમાં પહેલીવાર ફાયર ડિટેક્શન સિસ્ટમની સુવિધાઓ


  • Follow us on: