રેલવેમાં મુસાફરી કરનારા માટે ખુશખબર. ભારતીય રેલવે દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી છે. જેમાં તમે ઘર, ગાડીની જેમ રેલવેમાં પણ EMI દ્વારા મુસાફરી કરી શકશો. કાશી ગંગા સાગ સુધી દેશના અનેક તીર્થ સ્થળોએ યાત્રા કરી શકાય તે માટે ટૂર પેકેજ એલાન કર્યુ છે.
IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એનડ ટુરિઝમ કોર્પોરેશન ટ્રેનથી લઇને ફ્લાઇટ્સથી ફરવા માટે અલગ અલગ પેકેજ આપતા હોય છે. હવે ફરી એક વખત યાત્રાળુઓ માટે તીર્થધામો સરળતાથી ફરી શકે તે માટે નવા પેકેજની જાહેરાત કરી છે. જેમાં ભારત ગૌરવ ટ્રેન દ્વારા તમે કાશી વિશ્વનાથથી લઇને રામનગરી અયોધ્યા સુધી અને પૂરી થી લઇને ગંગાસાગર સુધીની યાત્રા કરી ધન્ય અનુભવી શકો છો.
હવે ક્યારથી શરૂ થશે અને ક્યાં ક્યા દર્શન કરાવશે આ ટ્રેન
જો તમે અયોધ્યા, વારાણસી, ગંગાસાગર અને જગન્નાથ પુરી જેવા અનેક ધાર્મિક સ્થળોમાાં પર એક સાથે જ દર્શન કરવા ઇચ્છો છો તો આઇઆરસીટીસી સપ્ટેમ્બરમાં એક ખાસ પેકેજ લાવ્યુ છે જેમાં ભારત ગૌરવ ટ્રેન 13-09-2025 થી 22-09-2025 સુધી આગ્રાથી રાત્રે 10 વાગે શરૂ થશે. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી ગયા, પુરી, કોણાર્ક મંદિર, કોલકાતાનું કાલી મંદિર, ગંગાસાગર, વૈદ્યનાથ ધામ, અયોધ્યા આ સિવાય વિષ્ણુપદ મંદિર, જગન્નાથ પુરી મંદિર,કાશી વિશ્વનાથ, સરયુ આરતી, હનુમાનગઢીમાં દર્શન કરાવાશે.
કેવી રીતે EMI ભરી શકો છો.
ભારત ગૌરવ ટ્રેનથી યાત્રા કરવા માટે પહેલાં ટિકીટની જો વાત કરીએ તો સ્લીપર ક્લાસમાં 18,460 રૂપિયા અને બાળકો માટે એટલે કે 5 થી 11 વર્ષ સુધી 17,330 રૂપિયા છે. સ્ટાન્ડર્ડ કેટેગરીમાં થર્ડ એસીમાં બુક કરાવવા માટે 30,480 તો બાળકો માટે 29,150 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. હવે જે પ્રમાણે તમે પેકેજ પસંદ કરો છે તે રીતે તમે IRCTC ના પોર્ટલ પર જઇને ઇએમઆઇની સુવિધા તમે લઇ શકો છો. એ દરેક વસ્તુ રેલવેના પોર્ટલ પરથી મળી જશે.










