દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે. આ બદલાતા હવામાનનો સીધો પ્રભાવ રેલવ્યવહાર પર પણ પડી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી–હાવડા રેલ રૂટ પર ટ્રેનોની સમયસૂચિ સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. આજે પણ ડઝનોથી વધારે એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો ઘણા કલાકો મોડી દોડી રહી છે, જેના કારણે મુસાફરોને સ્ટેશનો પર લાંબી રાહ જોવી પડી રહી છે.


હિમવર્ષાના કારણે ઠંડી વધી

પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી વધી છે. સાથે જ ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ છે. આ પરિસ્થિતિમાં ટ્રેનોની ગતિ ધીમી રાખવી રેલવેની મજબૂરી બની ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે.

આ ટ્રેનો ઘણી પાછળ

દિલ્હી–હાવડા રૂટના મહત્વપૂર્ણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પરથી પસાર થતી રાજધાની, તેજસ, દુરંતો અને અન્ય એક્સપ્રેસ ટ્રેનો પણ પોતાના નિર્ધારિત સમય કરતાં ઘણી પાછળ ચાલી રહી છે. આથી મુસાફરોને ઠંડી વચ્ચે સ્ટેશનો પર રાતજાગરણ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

 કેટલીક ટ્રેનો તો 20 કલાકથી વધુ

ટ્રેન નં. 12302 નવી દિલ્હી–હાવડા રાજધાની એક્સપ્રેસ, 22824 ભુવનેશ્વર તેજસ રાજધાની, 12314 નવી દિલ્હી–સિયાલદાહ રાજધાની, 12878 નવી દિલ્હી–રાંચી ગરીબ રથ સહિત અનેક ટ્રેનો 5 થી 15 કલાક સુધી મોડી ચાલી રહી છે. કેટલીક ટ્રેનો તો 20 કલાકથી વધુ મોડેથી પોતાની ગંતવ્ય તરફ આગળ વધી રહી છે. રેલવે વિભાગે મુસાફરોને સ્ટેશન જવાના પહેલા ટ્રેનની હાલની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. સાથે જ ખાસ કરીને રાત્રી અને સવારના સમયગાળા દરમિયાન અનિવાર્ય હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.\

આ પણ વાંચો : Assam Violence : આસામના કાબી આંગલોંગમા ફાટી નિકળી હિંસા, વાંચો શું છે એ 10 કારણ જે છે જવાબદાર


  • Follow us on: