રાજા રઘુવંશી હત્યાકાંડમાં હવે નવા નવા ખુલાસાઓ આવી રહ્યા છે સોનમ કેટલી શાતીર અને ચાલાક હતી તે અત્યાર સુધીની ઘટનાઓને જોડતા જાણી શકાય છે. સોનમે જાણી જોઇને એવી જગ્યા પસંદ કરી કે એ જગ્યા પરથી તે સરળતાથી નાસી જાય. સોનમે પહેલા જ નેપાળમાં ભાગી જવાની સમગ્ર યોજના બનાવી હતી. રેલવે હોય કે બસ બંને વિકલ્પ તરફ સોનમની નજર હતી. ટ્રેનન મળે તો શું કરશે કે બસ ન મળે ત્યારે શુ કરશે આ તમામ વસ્તુઓનું પ્લાનીંગ ઘડી કાઢ્યુ હતુ.


વારાણસીથી ગોરખપુર બોર્ડર પહોોંચવાનો હતો પ્લાન

સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશના ગોરખપુરથી બોર્ડર પાર કરીને નેપાળમાં જવાની હતી. આ માટે તે 8 જૂને રાત્રે વારાણસીથી ગોરખપુર જવા માગતી હતી. અહીથી તાત્કાલીક કોઇ ટ્રેન ન મળતા તે બસમાં બેસી આગળ મુસાફરી કરતી રહી જેથી કરીને બોર્ડર પાર કરીને નીકળી જવાનો પ્લાન હતો.

મોકાની શોધમાં હતી સોનમ

ગાઝીપુરની રહેવાસી ઉજાલા યાદવે જણાવ્યુ કે બનારસથી ગાઝીપુર સુધી મુસાફરી કરી હતી. સોનમ પાસે કોઇ ભારે સામાન ન હતો. જે રાત્રે વારાણસી કેન્ટ સ્ટેશન પર દેખાઇ એ દીવસે તે બે યુવકો સાથે જોવા મળી હતી. સોનમે કેન્ટ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી હતી. સોનમે ટ્રેન મોડી પહોંચતા બસમાં મુસાફરી શરૂ કરી દીધી હતી.

સોનમે આ રસ્તો કેમ પસંદ કર્યો ?

નેપાળ સીમા પાર કરવાના અનેક રસ્તાઓ છે. બીરગંજ, જનકપુર, ભૈરવહા સોનમ ગોરખપુરથી જવાની હતી કેમકે ત્યાં ભીડ ઓછી થાય છે. અહી નેપાળ-ભારતના નાગરીકો સરળતાથી આવતા જતા રહે છે, ઉજાલાએ સોનમના ભાઇ સાથે વાતચીત કરી હતી.

ઉજાલા યાદવે જણાવ્યું કે તે પોતે તે રાત્રે લખનૌથી ટ્રેન પકડીને વારાણસી કેન્ટ સ્ટેશન પહોંચી હતી

ઉજાલા યાદવે જણાવ્યું કે તે પોતે તે રાત્રે લખનૌથી ટ્રેન પકડીને વારાણસી કેન્ટ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે સોનમ રઘુવંશીને પહેલી વાર બે યુવાનો સાથે જોઈ. સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભેલી સોનમ સાથે તેની વાતચીત ત્યારે શરૂ થઈ જ્યારે સોનમે ટ્રેન અને બસ વિશે માહિતી માંગી. ઉજાલા કહે છે કે મેં તેને કહ્યું હતું કે ગોરખપુર જતી ટ્રેન સવારે 3 વાગ્યે આવશે, પરંતુ જો તે ઇચ્છે તો તે રોડવેઝ બસ દ્વારા જઈ શકે છે, જે કેન્ટ સ્ટેશનની બહાર ઉપલબ્ધ હશે. આ પછી, સોનમને ટ્રેનની રાહ જોવી યોગ્ય ન લાગી અને તેણે બસ દ્વારા ગોરખપુર જવાનું નક્કી કર્યું.

  • Follow us on: