આ અકસ્માતમાં એક જ પરિવારની છ મહિલાઓના મોત થયા છે. અકસ્માત સમયે કારમાં આઠ મહિલાઓ હતી.

બે મહિલાઓની હાલત ગંભીર

રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતીમાં મકરસંક્રાંતિ પર થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારની છ મહિલાઓના મોત થયા હતા. અકસ્માત સમયે કારમાં આઠ મહિલાઓ હતી. ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યુ છે. ઘાયલોને ફતેહપુરના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. કારમાં સવાર મહિલાઓ અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહી હતી. ડ્રાઇવર અને અન્ય બે મહિલાઓની હાલત ગંભીર છે. કારમાં સવાર લોકો લક્ષ્મણગઢથી ફતેહપુર પરત ફરી રહ્યા હતા.

ઘાયલોને ફતેહપુર ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા

ફતેહપુરમાં જયપુર-બીકાનેર હાઇવે પર કૃષિ સંશોધન કેન્દ્રની આગળ હરસાવા ગામ નજીક આ અકસ્માત થયો હતો. આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે થયો હતો. એક જ પરિવારની છ મહિલાઓના મોત થયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં કાર ચકનાચૂર થઈ ગઈ હતી. જેમાં મહિલાઓ અંદર ફસાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ફતેહપુર ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ કરાઇ શરુ

ડીવાયએસપી અરવિંદ કુમારે જણાવ્યું હતું કે ફતેહપુર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર અને ટ્રક સામસામે અથડાઈ હતી. કારે વળાંક પર કાબુ ગુમાવ્યો અને સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવવામાં આવી હતી અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. કારમાં સવાર લોકો લક્ષ્મણગઢથી ફતેહપુર ઘરે પરત ફરી રહ્યા હતા. ટ્રક સીકર તરફ જઈ રહી હતી.

આ પણ વાંચોઃ Lifestyle: શું એરંડાનું તેલ ખરેખર આંતરડાને કરે છે સાફ, નિષ્ણાતો શું કહે છે?, જાણો