ભોપાલમાં યોજાયેલા BEML (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ) રેલ હબના 'નેક્સ્ટજન રોલિંગ સ્ટોક ફેક્ટરી'ના ભૂમિપૂજન સમારંભમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશની પ્રગતિ, આત્મનિર્ભરતા અને રક્ષણ ક્ષેત્રના વિકાસ અંગે ઘણા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સૌ ના બોસ આપણે જ છીએ


ભારત – વિશ્વમાં સૌથી ઝડપી વિકાસશીલ દેશ

રાજનાથસિંહે જણાવ્યું કે આજના દિવસે દુનિયામાં જો કોઈ દેશ સૌથી ઝડપથી વિકસી રહ્યો છે તો તે ભારત છે. પણ ઘણા લોકોને ભારતનો વિકાસ પસંદ નથી. ઘણા દેશો, જે પોતાને વિશ્વના "બોસ" માને છે, તેઓ આશ્ચર્યમાં છે કે ભારત કેવી રીતે વિશ્વગત ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ઈચ્છે છે કે ભારતના ઉત્પાદનો અન્ય દેશોમાં એટલા મોંઘા પડે કે ત્યાંના લોકો તેને ખરીદી ના શકે –પણ આપણે એમને એવો જ જવાબ આપીશું. તેમણે એમ પણ કહ્યું કે સબ કે બોસ તો હમ હૈ

ભારત હવે વર્ષમાં 24,000 કરોડથી વધુનું ડિફેન્સ એક્સપોર્ટ કરે છે.

રક્ષામંત્રીના જણાવ્યા મુજબ, આ "નવા ભારતનું નવું રક્ષણ ક્ષેત્ર" છે. ભારતમાં બનેલા રક્ષણ ઉત્પાદનો હવે દુનિયાભરમાં પ્રસારિત થઈ રહ્યાં છે, અને એ આત્મનિર્ભર ભારતના સપનાની સિદ્ધિ તરફ એક મોટું પગલું છે.

BEML દ્વારા ભોપાલમાં નવા રેલ હબનું ભૂમિપૂજન કરાયું છે.

1,800 કરોડના રોકાણથી થતી આ ફેક્ટરીમાં માત્ર રેલના ડબ્બા નહીં પણ અન્ય રેલવે ઉત્પાદન પણ તૈયાર થશે. આગામી બે વર્ષમાં ફેક્ટરીનું કામ પૂરૂં થશે. રક્ષામંત્રીએ કહ્યું, "MP હવે માત્ર મધ્ય પ્રદેશ નથી, પણ મોડર્ન પ્રદેશ બની ગયો છે."

આતંકીઓનો જવાબ તેમના કર્મો પ્રમાણે મળ્યો

રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર અંગે જણાવ્યું કે, "જેમણે પહલગામમાં ટુરીસ્ટને ધર્મ પૂછીને તેમને મારી નાખ્યા, તેમને ભારતે તેમના કર્મો પ્રમાણે જવાબ આપ્યો."

 પરિવહન ક્ષેત્રમાં નવી ક્રાંતિ

BEML હવે વંદે ભારત ટ્રેનના રેલ કોચ પણ તૈયાર કરી રહ્યું છે. આ કોચ ભારતીય રેલવેમાં ગતિ, આરામ અને ટેક્નોલોજીનું ઉદાહરણ બની રહ્યા છે.


  • Follow us on: