ભારતના ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની કુલ 12 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો અને ઉત્તરાખંડમાં એક બેઠક માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં એક બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવશે.
3 રાજ્યોની રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી
પંચના જણાવ્યા અનુસાર, 29 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 6 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 7 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર છે.
યુપી, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની રાજ્યસભાની ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની 10 બેઠકો અને ઉત્તરાખંડની એક બેઠક માટે ૧૬ ઓક્ટોબરે મતદાન થશે. આ ઉપરાંત, તે જ દિવસે પશ્ચિમ બંગાળની એક બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાશે.

ઉત્તર પ્રદેશની આ 10 બેઠકોનો કાર્યકાળ નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ અંગેની સૂચના (નોટિફિકેશન) 29 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૬ ઓક્ટોબર છે, જ્યારે તેની ચકાસણી તેના પછીના દિવસે, એટલે કે 7 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 9 ઓક્ટોબર છે. 16 ઓક્ટોબરે મતદાન થયા બાદ મતગણતરી કરવામાં આવશે.
કેટલા વાગે મતદાન અને મતગણતરી?
મતદાન 16 ઓક્ટોબરના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી શરૂ થશે. ચૂંટણી પ્રક્રિયા 19 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. પશ્ચિમ બંગાળની બેઠક માટેની પેટાચૂંટણી રુકમિણી મલિકના રાજીનામા બાદ યોજાઈ રહી છે. આ બેઠકનો કાર્યકાળ એપ્રિલ 2032 સુધીનો છે.