આજે દેશમાં દરેક બહેને પોતાના ભાઇઓને રાખડી બાંધીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભારે ધામધુમપૂર્વક ઉજવ્યો હતો. રક્ષાબંધનના તહેવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો. વડાપ્રધાનના નિવાસસ્થાને આજે એક ભાવનાત્મક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ શાળાઓની બાળકીઓ વડાપ્રધાનને મળી હતી અને તેમને રાખડી બાંધી હતી. જેમાં એક બાળકીએ પીએમ મોદીને પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને પીએમ એ તે બાળકીની ઇચ્છા પૂર્ણ પણ કરી હતી.


પીએમના નિવાસસ્થાને યોજાયો કાર્યક્રમ

રક્ષાબંધનનું પાવન પર્વ દેશભરમાં ભવ્ય ઉજવણી સાથે મનાવવામાં આવ્યો હતો. ભાઈ-બહેનના પ્રેમ અને સંકલ્પના પ્રતીક આ પર્વે દિલ્હીમાં સ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન – 7, લોક કલ્યાણ માર્ગ પર એક ભાવનાત્મક પ્રસંગ યોજાયો હતો.

બાળાઓએ વડાપ્રધાન મોદીને રાખડી બાંધી

પીએમના નિવાસસ્થાને વિભિન્ન શાળાઓમાંથી આવેલી વિદ્યાર્થીનીઓ અને નાની બાળાઓએ વડાપ્રધાન મોદીને રાખડી બાંધી હતી. વડાપ્રધાને પણ ખૂબ પ્રેમભેર બાળકોનું સ્વાગત કર્યું અને તેમના સાથે આનંદપૂર્વક સમય પસાર કર્યો.

બાળકીની હાથમાંથી "હાર્ટ" બનાવવાની ઈચ્છા પણ પૂરી કરી

કાર્યક્રમ દરમિયાન નાની બાળકીઓનો ઉત્સાહ જોવા જેવો હતો. કોઈએ વડાપ્રધાનને પોતાનું નામ બતાવ્યું તો કોઈએ "હાથમાંથી હાર્ટ" બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી — જેને વડાપ્રધાને હસી ને સ્વીકારી અને ખુશખુશાલ થઇ તેમની સાથે વાતચીત કરી.

વડાપ્રધાનની રક્ષાબંધનની શુભકામનાઓ

આ પ્રસંગ પહેલાં વડાપ્રધાન મોદીએ રક્ષાબંધનની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને લખ્યું હતું કે તમામ દેશવાસીઓને રક્ષાબંધનની અનેક શુભેચ્છાઓ!

સૈનિકોને પણ બાંધાઈ રક્ષા રાખડી

માત્ર વડાપ્રધાનને નહીં, પણ દેશના વીર જવાનોને પણ આ રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવામાં આવી હતી. દક્ષિણ કમાન્ડના સૈનિકોને "સંસ્કૃતિ ફાઉન્ડેશન"ના બાળકો અને સ્વયંસેવકો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી તો સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પણ નાનાં બાળાઓએ રાખડી બાંધી હતી.


  • Follow us on: