આ સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી અને બે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ, વિષ્ણુકાંત અને સુરેશ હાવડેનો સમાવેશ થાય છે.

CEOની નિમણૂક કરવા માટે સમિતિ

રામ મંદિરમાં પ્રસાદ ચોરી થયા બાદ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે સોમવારે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તિરુપતિ મંદિર મોડેલના આધારે CEOની નિમણૂક કરવા માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટે CEO ની પસંદગી માટે ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ન્યાયતંત્ર અને સૈન્યના અનુભવી અધિકારીઓનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યોમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સુરેશ હાવડેનો સમાવેશ થાય છે. આ સમિતિ CEO પદ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરશે અને ટ્રસ્ટને તેની ભલામણો રજૂ કરશે.

બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણયો 

આ પહેલા, સોમવારે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રસાદ ચોરીના આરોપો બાદ જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકાર્યા હતા. ત્રણ કલાક ચાલેલી બેઠક બાદ, ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ મીડિયાને માહિતી આપી કે કૃષ્ણ મોહનને મંદિર ટ્રસ્ટના વચગાળાના મહામંત્રીની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.રામ જન્મભૂમિ સંકુલની અંદરના ગેસ્ટ હાઉસમાં મંદિરમાં પ્રસાદના ગેરઉપયોગના પરિણામોની ચર્ચા કરવા માટે બેઠક બપોરે 3:15 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સહિત નવ કાયમી સભ્યોમાંથી સાત સભ્યો હાજર હતા.

ગોવિંદ દેવ ગિરીની પ્રતિક્રિયા 

સૂત્રોએ જણાવ્યું હતું કે ચંદન રાય અને અનિલ મિશ્રા બેઠકમાં હાજર રહ્યા ન હતા. બેઠક સાંજે 6:30 વાગ્યે પૂર્ણ થઈ. ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ મંદિર ટ્રસ્ટની વ્યવસ્થામાં ખામીઓનો સ્વીકાર કર્યો અને કહ્યું કે રામ મંદિરમાં પ્રસાદની કથિત ચોરીથી લાખો ભક્તોને ખૂબ દુઃખ થયું છે. કથિત ચોરીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, લાખો રામ ભક્તો દુઃખી થયા છે અને ટ્રસ્ટના સંચાલનમાં ખામીઓનો પણ સ્વીકાર કર્યો.

આ પણ વાંચોઃ રામ મંદિર ટ્રસ્ટે સાર્વજનિક કર્યા સોનાના રામચરિતમાનસ અને ચરણ ચિહ્ન, કૃષ્ણ મોહન બન્યા મહાસચિવ