દિલ્હીમાં બુધવારે સાપ્તાહિક જનતા સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરનાર આરોપી રાજેશ ખિમજીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાવામાં આવ્યો છે. આરોપી રાજેશને દિલ્હી પોલીસે અડધી રાત્રે કોર્ટમાં રજૂ કર્યો હતો.

જનતા સુનાવણી દરમિયાન હુમલો
બુધવારે સવારે સાપ્તાહિક જનતા સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સરકારી નિવાસસ્થાને ફરિયાદી બનીને આવેલા એક યુવાને અચાનક મુખ્યમંત્રી પર હુમલો કર્યો. આરોપીએ પહેલા મુખ્યમંત્રીનેએ કેટલાંક પેપર્સ આપ્યા અને પછી બૂમાબૂમ કરવા લાગ્યો. ત્યારબાદ આરોપીએ મુખ્યમંત્રીને ધક્કો આપ્યો.

મુખ્યમંત્રીને થપ્પડ મારવાનો દાવો નકાર્યો
પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે આરોપીએ મુખ્યમંત્રીએ થપ્પડ પણ માર્યો હતો, જો કે પ્રદેશ અધ્યક્ષ સચદેવાએ થપ્પડ મારવાના દાવાનો ઇનકાર કર્યો છે. આરોપીને ઘટનાસ્થળે જ પકડી લેવામાં આવ્યો હતો. ત્યાં હાજર લોકોએ તેની ધોલાઈ કરી. મુખ્યમંત્રીની સુરક્ષામાં ખામી થવાની ખબર મળતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

પોલીસે ઘટના સ્થળેથી જ આરોપીને પકડ્યો
સંયુક્ત પોલીસ કમિશ્નર મધુર વર્મા અને પોલીસ ઉપાયુક્ત રાજા બાંઠિયા તાત્કાલિક મુખ્યમંત્રીએ નિવાસે પહોંચ્યા અને તરત જ મુખ્યમંત્રીએ નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આરોપીને ઘટના સ્થળેથી જ પકડીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. તેની ઓળખ રાજકોટ, ગુજરાતના રહેવાસી રાજેશભાઈ ખિમજીભાઈ સકારિયા અને તેની ઉંમર 41 વર્ષ તરીકે થઇ છે.

  • Follow us on: