રેલવેના રિટાયર થયેલા કર્મચારીઓને વધુ એક તક આપવાનો નિર્ણય લેવાયો છે. હવે રેલવેમાં જે નોનો ગઝેટેડ અટલે ને નાના પદની જે પોસ્ટ ખાલી છે તેને ભરવા માટે રિટાયર્ડ કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પર કામમાં રાખવામાં આવી શકે છે.
અત્યાર સુધી નિયમ એ હતો કે કોઇ પણ રિટાયર્ડ કર્મચારી માત્ર તે પદ પરજ બીજી વાર કામ કરી શકતો હતો જે પદ પરથી તે રિટાયર્ડ થયો હોય. એટલે જે વેતન સ્તર પર રિટાર્યડ થયા છે તે વેતન સ્તરના પદ પર તેઓને ફરીથી રાખવામાં આવી શકતા હતા. હવે રેલવેએ આ નિયમમાં ઢીલ આપી છે.













