હરિયાણાના ફરીદાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે. સૂરજકૂંડમાં મેળામાં આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુરજકુંડમાં મેળામાં અચાનક રાઈડ તૂટી ગઈ છે. મેળામાં ઝુલા ઝુલાવતી રાઈડ અચાનક તૂટી પડી છે અને આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આશરે 10 જેટલા લોકોને ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. 

રાઈડ અચાનક તુટતા જ લોકો બુમો પાડવા લાગ્યા

સ્થળ પર હાજર રહેલા લોકોના જણાવ્યા મુજબ રાઈડ અચાનક તુટતા જ લોકો બુમો પાડવા લાગ્યા અને આસપાસમાં અફરાતફરી મચી ગઈ, લોકો ડરના કારણે આમતેમ ભાગવા લાગ્યા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ જવાન ઘટનાસ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. આ દરમિયાન એક પોલીસ ઈન્સપેક્ટર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સિવાય લગભગ 6 અન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમાં કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

દુર્ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ, પર્યટન વિભાગના એમડી અને પોલીસના વરિષ્ઠ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી દુર્ઘટનાથી બચી શકાય અને રાહત કામગીરીમાં કોઈ ખલેલ ના પહોંચે. ઘાયલે થયેલા લોકોની પ્રાથમિક સારવાર નજીકની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.

અગાઉ પણ બની હતી દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના મેળાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભો કરે છે. આ પહેલા પણ સુરજકુંડ મેળામાં ફૂડ કોર્ટમાં વધારે હવાને કારણે એક ગેટ પડી જવાની દુર્ઘટના બની હતી, જે સુરક્ષામાં ચૂકનું ઉદાહરણ છે. સતત થઈ રહેલી આવી ઘટનાઓ મેળાની સુરક્ષાને લઈ ચિંતાઓ વધારી રહી છે. આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવશે. હાલમાં આ રાઈડની આસપાસના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. 


આ પણ વાંચો : Delhi Policeએ 5 રાજ્યમાં ફેલાયેલા ડ્રગ કાર્ટેલનો ભાંડો ફોડ્યો, 50 કરોડનું સાઈકોટ્રોપિક ડ્રગ્સ કર્યું જપ્ત