ગાઝિયાબાદની રેપ પીડિતા 4 વર્ષની માસુમ બાળકીની સારવાર કરવાની ના પાડી દેતી ખાનગી હોસ્પિટલને સુપ્રિમ કોર્ટે ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહી દીધુ કે ડોક્ટરના વ્યવસાયમા ં રહીને તમે સંવેદનશીલ નથી. તમારા નામમાંથી ડોક્ટર શબ્દ હટાવી લેવો જોઇએ. 

રેપ પીડિતાની સારવાર ન કરવા ખાનગી હોસ્પિટલની ઝાટકણી કાઢી 

ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે હોસ્પિટલો અને ડોકટરોને ઠપકો આપતા કહ્યું કે ખાનગી હોસ્પિટલએ બાળકીને ફક્ત એટલા માટે અવગણી હતી કારણ કે તે ગરીબ હતી. આવું વર્તન અસંવેદનશીલ છે. આવા લોકોએ પોતાના નામમાંથી ડોક્ટર શબ્દ હટાવી લેવો જોઇએ. એક બળાત્કારની ઘટનામાં સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જો કે બાળકીને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયુ હતું. 

બાળકીને સારવાર ન આપવા બદલ સુપ્રીમ કોર્ટ લાલઘુમ

સુપ્રીમ કોર્ટે બે હોસ્પિટલો દ્વારા બાળકને દાખલ કરવાનો ઇનકાર કરવા પર ઊંડી નારાજગી વ્યક્ત કરી. ન્યાયાધીશે ટિપ્પણી કરી કે જો તેઓ તેમની ફરજો બજાવી શકતા નથી તો તેમણે તેમના નામ આગળ 'ડોક્ટર' લખવાનો કોઈ અધિકાર નથી. બેન્ચે અવલોકન કર્યું કે જો તેમની પાસે કોઈ સંવેદનશીલતા હોત તો તેઓ બાળકને દાખલ કરી શક્યા હોત. જો તેમની હોસ્પિટલોમાં જરૂરી સંસાધનોનો અભાવ હોત, તો તેઓ તેને અન્યત્ર રીફર કરી શક્યા હોત. તેના બદલે તેઓએ તેણીને અવગણી કારણ કે તે ગરીબ હતી શું તેઓએ આવું એટલા માટે કર્યું કારણ કે તેનો પરિવાર તેમની ફીનો નાણાકીય બોજ ઉઠાવી શકતો ન હતો?

ચોકલેટની લાલચ આપીને બળાત્કાર કર્યો 

ન્યાયાધીશ સૂર્યકાન્તે ખાનગી હોસ્પિટલોને બાળકીના પરિવારને કંઇક મદદ કરવા માટે તેઓએને દાન આપવાનો આદેશ આપ્યો. આ ઘટના આ વર્ષની 16 માર્ચની છે. આરોપીએ બાળકીને ચોકલેટનું વચન આપીને લલચાવીને નજીકના સ્થળે લઈ ગયો હતો. તેણે બાળકી પર બળાત્કાર કર્યો અને તેને આઘાતજનક અને વ્યથિત સ્થિતિમાં છોડીને ભાગી ગયો. ઘણા કલાકો સુધી શોધખોળ કર્યા પછી પરિવારને તે બાળકી લોહીથી લથબથ મળી આવી. તે સમયે તે બેભાન હતી. પરિવાર તેને સારવાર માટે બે ખાનગી હોસ્પિટલોમાં લઈ ગયો પરંતુ બંનેએ તેની સારવાર કરવાની ના પાડી દીધી.

પોલીસે કેસ નોંધવાનો કર્યો હતો ઇન્કાર 

આખરે પરિવાર તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી. એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ઘટનાનું સૌથી દુઃખદ પાસું હોસ્પિટલો દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદનશીલતાનો અભાવ હતો. વધુમાં સ્થાનિક પોલીસે પણ પરિવારની ચિંતાઓને યોગ્ય મહત્વ આપવામાં નિષ્ફળ રહી હતી અને વારંવાર કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. અંતે સ્થાનિક લોકો દ્વારા ભારે હોબાળો અને વિરોધ બાદ, 17 માર્ચે FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ 18મી તારીખે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, POCSO એક્ટ અને કલમ 376 હેઠળના આરોપો FIRમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.


SIT તપાસમાં શું બહાર આવ્યું?

પરિવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં આ કેસમાં તપાસ અને તબીબી સારવારમાં ઘોર બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. SITની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો છોકરીને સમયસર જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ હતી.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, "આવા જઘન્ય ગુનાનો ભોગ બનેલી એક છોકરીને તમારી પાસે લાવવામાં આવી હતી, અને તમે તેને પ્રાથમિક સારવાર પણ આપી ન હતી." કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલો પર દંડ લાદવા ઉપરાંત, પીડિતાના પરિવારને યોગ્ય વળતર આપવું જોઈએ.


આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે