દર વર્ષની જેમ આ વખતે પણ શાહરુખના ચાહકો તેમના જન્મદિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન શાહરુખના બંગલા ‘મન્નત’નો એક વીડિયો સામે આવ્યો છે. જન્મદિવસ પહેલાં તેમનો બંગલો રોશનીથી ઝગમગતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ‘મન્નત’ના બહારના ભાગમાં મોટી સ્ક્રીન લગાવેલી જોવા મળે છે. આ દૃશ્ય જોઈને ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું કિંગ ખાનના જન્મદિવસે તેમને કોઈ ખાસ સરપ્રાઇઝ મળવાનું છે?

https://x.com/TeamSRKWarriors/status/2116558873721266427?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116558873721266427%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

‘મન્નત’ની મોટી સ્ક્રીને વધારી ચાહકોની ઉત્સુકતા

મુંબઈના બાંદ્રામાં આવેલો શાહરુખ ખાનનો બંગલો ‘મન્નત’ હંમેશાં તેમના ચાહકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જોકે, હાલ આ બંગલામાં સમારકામનું કામ ચાલી રહ્યું છે. આ કારણે શાહરુખ અને તેમનો પરિવાર હાલમાં પાલી હિલમાં આવેલા પોતાના લક્ઝરી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહે છે.

આવી સ્થિતિમાં આ વર્ષે શાહરુખના જન્મદિવસે ચાહકો તેમને ‘મન્નત’ની બાલ્કનીમાંથી હાથ હલાવતા જોઈ શકશે નહીં. દર વર્ષે હજારો ચાહકો કિંગ ખાનની એક ઝલક મેળવવા તેમના ઘરની બહાર એકઠા થાય છે, પરંતુ આ વખતે આવું થવાની શક્યતા ઓછી છે.

બીજી તરફ, સામે આવેલા વીડિયોમાં ‘મન્નત’ના બહારના ભાગમાં મોટી સ્ક્રીન જેવી વ્યવસ્થા જોવા મળી રહી છે. આથી એવી ચર્ચા છે કે 2 નવેમ્બરે અહીં શાહરુખની આગામી ફિલ્મ ‘કિંગ’નું ટીઝર બતાવવામાં આવી શકે છે. જોકે, ફિલ્મના નિર્માતાઓ તરફથી હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

https://x.com/TeamSRKWarriors/status/2116796294060798024?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116796294060798024%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

જન્મદિવસની આસપાસ રિલીઝ થઈ શકે છે ‘કિંગ’નું પહેલું ગીત

શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. ‘વેરાયટી ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર, ફિલ્મનું પહેલું ગીત શાહરુખના જન્મદિવસની આસપાસ રિલીઝ થઈ શકે છે. આ ગીતને અરિજિત સિંહે પોતાનો અવાજ આપ્યો હોવાનું કહેવાય છે. માનવામાં આવે છે કે આ ગીત દ્વારા દર્શકોને ફિલ્મની પહેલી ઝલક જોવા મળી શકે છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર ત્યારબાદ રિલીઝ થવાની શક્યતા છે.

‘કિંગ’માં જોવા મળશે આ કલાકારો

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ‘કિંગ’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. ‘ડંકી’ પછી આ ફિલ્મ દ્વારા શાહરુખ ખાન મોટા પડદા પર વાપસી કરશે.

ફિલ્મમાં શાહરુખ સાથે તેમની દીકરી સુહાના ખાન, અભિષેક બચ્ચન, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, અરશદ વારસી, રાની મુખર્જી અને રાઘવ જુયાલ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.