NCP (SP)ના વડા શરદ પવારના સ્વાસ્થ્ય બગડ્યુ છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી તેમની પુત્રી સુપ્રિયા સુલેએ આપી છે, જેઓ પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છે. તેમણે જણાવ્યું હતું કે ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત)ને કારણે તેમની તબિયત વધુ બગડી હોઈ શકે છે.
શરદપવાર ફરીથી હોસ્પિટલમાં કરાયા એડમિટ
NCP (SP) પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને તેમના પુત્રી સુપ્રિયા સુલેએ જણાવ્યું કે, તેમના પિતાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૮૫ વર્ષીય શરદ પવારની તબિયત બગડ્યાના સમાચાર મળતા જ, સુપ્રિયા એક બેઠક અધૂરી છોડીને સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા.
