કેન્દ્રીય મંત્રીમંડળએ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની અંતરિક્ષ યાત્રીની સરાહના કરીને એક પ્રસ્તાવ પસાર કર્યો. કેબિનેટ બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે શુભાંશુ શુક્લાના અંતરિક્ષ મિશનએ ભારતને પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવા માટે એક પગલુ વધુ આગળ પહોંચાડી દીધા છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પરથી પરત ફરવા અંગે એક ઠરાવ પસાર કર્યો છે. આ સમગ્ર દેશ માટે ગર્વ અને ખુશીનો પ્રસંગ છે. દેશની સાથે સાથે મંત્રીમંડળ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને પૃથ્વી પર સફળ વાપસી બદલ અભિનંદન આપે છે.
ISROના વૈજ્ઞાનિકો અને ઇજનેરોની સમગ્ર ટીમને અભિનંદન’
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર 18 દિવસનું ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યું છે. આ ભારતના અવકાશ કાર્યક્રમમાં એક નવો અધ્યાય છે. તે આપણા અવકાશ કાર્યક્રમના ભવિષ્યની સુવર્ણ ઝલક આપે છે. મંત્રીમંડળ ISROના વૈજ્ઞાનિકો અને ઇજનેરોની સમગ્ર ટીમને આ ઐતિહાસિક સિદ્ધિ માટે અભિનંદન આપે છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું મિશન માત્ર એક વ્યક્તિની સફળતા નથી પરંતુ ભારતની યુવા પેઢી માટે પ્રેરણાનું ઉદાહરણ છે. આપણા બાળકો અને યુવાઓની જિજ્ઞાસા વધશે અને વૈજ્ઞાનિક વિચારનો વિકાસ થશે. તેનાથી પ્રભાવિત થઇને મોટી સંખ્યામાં યુવા વિજ્ઞાન અને નવાચારને પોતાનું કરિયર બનાવશે. મંત્રી મંડળનો દ્રઢ વિશ્વાસ છે કે આ મિશન વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા આપશે. ભારતને એક વિકસિત દેશ બનાવવાના પીએમ મોદીનું જે સપનુ છે કે , 2047 સુધી દેશને નવી તાકાત મળશે.
ઉલ્લેખનીય છે કે 18 દિવસોની અંતરિક્ષ સફર બાદ શુભાંશુ શુક્લાએ 15 જુલાઇએ પૃથ્વી પર પહેલીવાર મંડાણ કર્યું. તેઓ ડ્રેગન કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા ત્યારે ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા. તેઓ ખુશખુશાલ જણાયા હતા. જો કે તેઓ ભારત આવશે ક્યારે તેને લઇને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ઔપચારિકતા પૂર્ણ કરીને શુભાંશુ આગામી 17 ઓગષ્ટ સુધીમાં ભારત આવી શકશે.