દિલ્હીમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની જેમ વધુ એક સનસનાટીભર્યા હત્યાકાંડને અંજામ આપવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જોકે, દિલ્હી પોલીસે આ ઘટનાને અંજામ અપાય તે પહેલાં જ કાવતરું નિષ્ફળ બનાવી દીધું હતું..
દક્ષિણ-પૂર્વ દિલ્હી પોલીસે લાઈવ ઓપરેશન હાથ ધરી હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને અટકાયતમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓના તાર કુખ્યાત ગેંગ અને વોન્ટેડ ગેંગસ્ટર રાશિદ કેબલવાલાની ગેંગ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
ઇન્ફ્લુએન્સરની હત્યા કરવા પહોંચ્યા હતા આરોપીઓ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ નિઝામુદ્દીન વિસ્તારમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હત્યા કરવા પહોંચ્યા હતા. તેમની પાસેથી 5 સેમી-ઓટોમેટિક પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા છે.
રાશિદ કેબલવાલાએ હત્યાનો આદેશ આપ્યો હોવાનો આરોપ
આરોપ છે કે રાશિદ કેબલવાલાએ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની હત્યા કરવા આરોપીઓને સૂચના આપી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે આ કામ તેને લોરેન્સ બિશ્નોઈએ સોંપ્યું હતું.
મોબાઈલમાંથી ધમકીભર્યા વીડિયો મળ્યા
આરોપીઓના મોબાઈલની પ્રાથમિક તપાસમાં એવા વીડિયો મળી આવ્યા છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ અને રાશિદ કેબલવાલા પ્રત્યે વફાદારી દર્શાવી લોકોને ધમકી આપવામાં આવી છે.
Zangi અને એન્ક્રિપ્ટેડ એપથી સંપર્ક
તપાસમાં આરોપ છે કે શંકાસ્પદ લોકો ગેંગના હેન્ડલર્સ સાથે વાતચીત કરવા માટે 'Zangi' એપ અને અન્ય એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.તેમજ એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ફરિયાદના આધારે લોરેન્સ બિશ્નોઈ અને રાશિદ કેબલવાલા ક્રાઇમ સિન્ડિકેટ સામે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Shashi Tharoor TV Debut: રાજકારણ બાદ હવે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરશે શશિ થરુર, 'રામાયણ બિયોન્ડ બોર્ડર્સ'ને કરશે હોસ્ટ