વિપક્ષ દેશભરમાં મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR - વિશેષ સઘન પુનરાવલોકન) પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તેના જવાબમાં, 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવા માટે ભાજપ દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
બીજેપી આપશે વિપક્ષના સવાલનો જવાબ
પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો (MPs) અને ધારાસભ્યો (MLAs) જનતા સાથે સંવાદ કરશે અને આ મુદ્દા સાથે જોડાયેલા તથ્યો રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ એક વિશેષ પુસ્તિકા પણ તૈયાર કરી રહ્યું છે જેમાં SIR પ્રક્રિયાના વિવિધ પાસાઓ વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવશે.
દેશ વ્યાપી અભિયાન શરૂ કરવાની ભાજપની તૈયારી
વિપક્ષ દેશભરમાં મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તેના જવાબમાં 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવા માટે ભાજપ દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો (MPs) અને ધારાસભ્યો (MLAs) જનતા સાથે સંવાદ કરશે અને આ મુદ્દા સાથે જોડાયેલા તથ્યો રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ એક વિશેષ પુસ્તિકા પણ તૈયાર કરી રહ્યું છે જેમાં SIR પ્રક્રિયાના વિવિધ પાસાઓ વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવશે.
કયા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપશે ?
ભાજપ જનતા સુધી પહોંચીને SIR અંગે તથ્યાત્મક માહિતી પૂરી પાડવા માંગે છે. પક્ષનો ઉદ્દેશ્ય કેટલાક મુદ્દાઓને સ્પષ્ટ કરવાનો છે, જેમ કે SIR શા માટે જરૂરી હતું? ભૂતકાળમાં આવી પુનરાવલોકન પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવી હતી ? મતદાર યાદીમાંથી ગાયબ થયેલા નામોને ફરીથી કેવી રીતે ઉમેરી શકાય? મતદાર યાદીમાં સુધારા કે પુનરાવલોકન કરવાની પ્રક્રિયા શું છે? ચૂંટણી પંચના નિયમો અને જોગવાઈઓ શું કહે છે?
કોંગ્રેસ પર ધ્યાન કેન્દ્રિત
પોતાના અભિયાનના ભાગરૂપે, ભાજપ કોંગ્રેસ પક્ષને પણ નિશાન બનાવવાની યોજના ધરાવે છે. પક્ષ કોંગ્રેસના નેતૃત્વવાળી અગાઉની સરકારોના કાર્યકાળ દરમિયાન ચૂંટણી કમિશનરોની નિમણૂક અને ચૂંટણી પ્રક્રિયાના સંચાલન અંગે લેવાયેલા નિર્ણયોને ઉજાગર કરવા માંગે છે. ભાજપનો દાવો છે કે આ તથ્યો રજૂ કરીને તે જનતા સમક્ષ કોંગ્રેસની ભૂમિકાને ખુલ્લી પાડશે. વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં પત્રકાર પરિષદો યોજશે.
કોંગ્રેસ દ્વારા સતત પ્રહારો
કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો સમગ્ર વિપક્ષ, SIR ના મુદ્દાને લઈને સરકાર પર આક્રમક પ્રહારો કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, અન્ય વિપક્ષી નેતાઓ સાથે મળીને, મુખ્ય ચૂંટણી કમિશનર અને SIR પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે સક્રિયપણે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ ચૂંટણી પંચની કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોકી દીધા, જેના પરિણામે તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) ભવન ખાતે ધરણાં યોજ્યા. ત્યારબાદ, રાહુલ ગાંધીએ અન્ય કેટલાક નેતાઓ સાથે મળીને રાષ્ટ્રપતિની મુલાકાત લીધી. આ દરમિયાન, વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પણ SIR વિરુદ્ધ અરજી દાખલ કરી છે.