ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે ફ્લાયદુબઈની ફ્લાઇટ (FZ1073)માં 174 મુસાફરોના જીવ બચાવીને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાના જીવને જોખમમાં મૂકીને મુસાફરોના જીવ બચાવ્યા. આ પડકારજનક સંજોગોમાં ફ્લાઇટ સંભાળનાર સ્મિતને હવે માત્ર પ્રેમ અને સન્માન જ નહીં, પરંતુ મોટી રોકડ રકમનું ઈનામ પણ મળી રહ્યું છે. ત્યારે આવો જાણીએ કોણે સ્મિતને કેટલી રકમનું ઇનામ આપ્યું.
મેનકાઈન્ડ ફાર્મા દ્વારા ₹1કરોડનું ઈનામ
સ્મિત મચ્છરને મેનકાઈન્ડ ફાર્મા તરફથી સૌથી મોટું રોકડ ઈનામ મળ્યું છે. કંપનીએ તેમના અને તેમના પરિવાર માટે ₹1 કરોડના પુરસ્કારની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે સ્મિતે પોતાના જીવની પરવા કર્યા વિના ક્રૂ અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી અને જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.
https://x.com/ANI/status/2105504553840091524?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2105504553840091524%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
ગુજરાત સરકાર દ્વારા ₹25 લાખનું ઈનામ
સ્મિત મૂળ ગુજરાતના છે. તેમની બહાદુરીની કદર રૂપે, ગુજરાત સરકારે તેમના માટે 'વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર'ની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સરકારે ₹25 લાખના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 ઓક્ટોબરે આ માહિતી આપી હતી.
https://x.com/ANI/status/2107059925373624622?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107059925373624622%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
રાજ્યસભાના સાંસદ દ્વારા પણ ₹25 લાખની જાહેરાત
વધુમાં, રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહની (સન ફાઉન્ડેશન) એ ₹25 લાખના પુરસ્કાર સાથે 'સ્મિત મચ્છર શૌર્ય પુરસ્કાર'ની જાહેરાત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્મિતને રાષ્ટ્રીય સ્તરનો બહાદુરી પુરસ્કાર એનાયત કરવા માટે પણ વિનંતી કરી છે.
આ ઉપરાંત, ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ (FIP) અને અન્ય જનપ્રતિનિધિઓએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેમને 'રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર' અથવા 'અશોક ચક્ર'થી સન્માનિત કરવામાં આવે.
ફ્લાઇટમાં શું બન્યું હતું?
30 સપ્ટેમ્બરના રોજ, ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી અને તેમાં 174 લોકો સવાર હતા. ફ્લાઇટ દરમિયાન, કો-પાયલટે કોકપિટની અંદર સ્મિત મચ્છર પર હુમલો કર્યો, જેનાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસી હોવા છતાં, મચ્છરે વિમાન પર નિયંત્રણ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી, જ્યાં તે સુરક્ષિત રીતે ઉતરી હતી અને તેમાં સવાર તમામ 174 મુસાફરોનો જીવ બચી ગયો હતો. આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે.
સ્મિત મચ્છરની હાલત અત્યારે કેવી છે?
સ્મિત મચ્છર હાલમાં આ ઘટના દરમિયાન થયેલી ઈજાઓમાંથી સાજા થઈ રહ્યા છે. તેમની બહાદુરીને ધ્યાનમાં રાખીને, તેમને રાષ્ટ્રીય સ્તરના બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવાની માંગણીઓ વધી રહી છે. 'ઇન્ડિયન પાઇલટ્સ એસોસિએશને' પણ સરકારને તેમને બહાદુરી પુરસ્કાર આપવા માટે અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: Delhi: ભારતીય પાયલટે 9/11 થતા બચાવી લીધા, કેપ્ટન પર દુનિયાને ગર્વ.. બોલ્યા પીએમ મોદી