દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ પર થયેલા કથિત હુમલાને પોતાની અદમ્ય બહાદુરીથી નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર,  આજે વૈશ્વિક સ્તરે ચર્ચા અને પ્રશંસાના કેન્દ્રમાં છે. તેમની આ સાહસિક કામગીરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને 'હીરો' ગણાવીને સલામ કરી છે.

ભારતીય પાયલટ સ્મિત  મચ્છર  પર થયો હતો હુમલો

ઘટનાની વિગતો મુજબ, ફ્લાઇટ દરમિયાન સહ-પાઇલટે ભારતીય પાઇલટ સ્મિત માછર પર અચાનક હુમલો કર્યો હતો અને તેમને છરાના ઘા પણ માર્યા હતા. આ અત્યંત ખતરનાક અને ગંભીર પરિસ્થિતિમાં પણ કેપ્ટન માછરે માનસિક સંયમ ગુમાવ્યો ન હતો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અદ્ભુત હિંમત દાખવી, કોકપીટનો દરવાજો ખોલ્યો અને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને હુમલાખોર પર કાબુ મેળવવામાં મદદ કરી હતી. તેમની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે હવામાં જ એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ હતી અને ઇઝરાયલી નાગરિકો સહિત કુલ 174 લોકોના જીવ બચી ગયા હતા.

વડાપ્રધાન મોદીએ પણ કરી પ્રશંસા

આ ઘટનામાં બહાદુરીની નોંધ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, "સ્મિત માછર એક હીરો છે. ભારતને તેમના પર ગર્વ છે." પીએમ મોદીએ તેમના ઝડપી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પણ પ્રાર્થના કરી હતી.
https://twitter.com/narendramodi/status/2105469867390554194

ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલટના કર્યા વખાણ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેપ્ટન માછરના વખાણ કરતા જણાવ્યું કે, હુમલામાં ઘાયલ થયા પછી પણ પાઇલટ શાંત રહ્યા અને પોતાની હાજરીથી મોટી દુર્ઘટના ટાળી દીધી. બીજી તરફ, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, "હું ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત માછરને તેમની અસાધારણ બહાદુરી માટે સલામ કરું છું. તેઓ એક સાચા હીરો છે."
https://twitter.com/ANI/status/2105420260736397770

smit machhar

આ સમગ્ર ઘટનાએ સાબિત કરી દીધું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય યુવાનો પોતાની ફરજ નિભાવવા માટે ગમે તેવા જોખમનો સામનો કરવા તૈયાર રહે છે. કેપ્ટન સ્મિત માછરની આ સાહસિક ગાથા આજે સમગ્ર દેશ માટે ગર્વનો વિષય બની ગઈ છે.

આ પણ વાંચોઃ Revanth Reddy statement: ‘મુસ્લિમ શાસન માટે હિન્દુઓને વહેંચી રહી છે કોંગ્રેસ’, રેવંત રેડ્ડીના નિવેદન પર ભાજપનો પ્રહાર