શનિવારે સવારે 7:40 વાગ્યે દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓ જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા હતા. આજે 21મો દિવસ હતો. આજે જ તેમને દિલ્હી પોલીસ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા.
પોટેશિયમનું સ્તર ઘટી ગયુ !
હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આરોગ્ય બુલેટિન મુજબ તેઓ છેલ્લા 20 દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા અને ઘન ખોરાકનો ત્યાગ કરી રહ્યા હતા, જેના કારણે તેમને ભારે નબળાઈ અને ડિહાઇડ્રેશનની ફરિયાદો થઈ હતી. તબીબી તપાસમાં તેમના પેશાબમાં પોટેશિયમનું સ્તર ઓછું, લોહીમાં એસિડિસિસ અને કીટોનનું સ્તર વધ્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે દાખલ થયા સમયે, તેમના નાડી, બ્લડ પ્રેશર અને ઓક્સિજનનું સ્તર સામાન્ય હતું.
હાલમાં તેઓ દેખરેખ હેઠળ
ડોક્ટરોએ નસમાં પ્રવાહી અને દવા આપવાની ભલામણ કરી હતી, પરંતુ વાંગચુકે તમામ પ્રકારની સારવાર અને મૌખિક રિહાઇડ્રેશનનો ઇનકાર કર્યો હતો. હાલમાં તેઓ સતત દેખરેખ હેઠળ છે, અને ડોકટરો તેમને સારવાર કરાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પત્નીએ અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કરી માગ
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી ડી. એંગ્મોએ સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવાની વિનંતી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલે મેડિકલ ટેસ્ટ રિપોર્ટની નકલ આપવાનો ઇનકાર કર્યો હતો અને વાંગચુક પર નજર રાખતા નિયમિત ડોક્ટરોને તેમને મળવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
પત્રમાં જણાવાયું છે કે વાંગચુકનું પોટેશિયમ સ્તર 4.3 થી ઘટીને 2.9 થઈ ગયું છે, જેના કારણે પરિવાર ચિંતામાં છે. પારદર્શિતાના અભાવને ટાંકીને તેમણે વધુ સારી સારવાર અને ઝડપી ડિસ્ચાર્જ પ્રક્રિયા માટે બીજા મેડિકલ સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. જેને લઇને હોસ્પિટલ અને જંતર-મંતરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2078380054631891021
પત્રમાં નોંધવામાં આવ્યું છે કે શનિવારે સવારે, હોસ્પિટલની મેડિકલ ટીમે વાંગચુકનું પોટેશિયમ સ્તર ઘટીને 2.9 થઈ ગયું હોવાનું જણાવ્યું હતું, જ્યારે 17 જુલાઈના રોજ સાંજે 4:16 વાગ્યે કરવામાં આવેલા પરીક્ષણમાં તે 4.3 હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ અચાનક ઘટાડા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

ટેસ્ટ રિપોર્ટ રોકવાનો આરોપ
ગીતાંજલી ડી. એંગ્મોએ આરોપ લગાવ્યો કે તેમણે હોસ્પિટલ વહીવટીતંત્ર પાસેથી સોનમ વાંગચુકના મેડિકલ ટેસ્ટ રિપોર્ટની ડિજિટલ અને હાર્ડ કોપી બંને માંગી હતી, પરંતુ તે આપવામાં આવી ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી વાંગચુકના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી રહેલા નિયમિત ડોકટરોને તેમને જોવાની મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
https://twitter.com/ANI/status/2078380054631891021
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પારદર્શિતાના અભાવ અને તબીબી માહિતી શેર કરવામાં નિષ્ફળતાને કારણે પરિવારનો હોસ્પિટલ પરનો વિશ્વાસ ઘટી ગયો છે. પરિણામે, સારી સારવાર અને સચોટ તબીબી મૂલ્યાંકન માટે વાંગચુકને બીજી હોસ્પિટલમાં દાખલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. હોસ્પિટલ વહીવટીતંત્રને શક્ય તેટલી વહેલી તકે બધી જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ સુરક્ષા કડક કરવામાં આવી હતી.
Shani Vakri: શનિ દેવ થશે વક્રી, આ 3 રાશિનું તો વર્ષ સુધરી જશે, જાણો તમારી રાશિ છે?