દિલ્હીની એક અદાલતે પોલીસ પાસેથી કાર્યવાહી અંગેનો અહેવાલ માંગ્યો છે. આ મામલો એક અરજી સાથે સંબંધિત છે, જેમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે 1980 ની મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.
સોનિયા ગાંધીનું વોટર આઇડી બનાવવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ
દિલ્હીની અદાલતે પોલીસ પાસે કાર્યવાહી અંગેનો અહેવાલ માંગ્યો છે. આ અરજીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરવામાં આવી છે, જેમાં એવો આરોપ છે કે તેમણે 1980ની મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.
અરજીમાં શું કરાયો આક્ષેપ ?
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1980માં મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા માટે તેમણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. અગાઉ, એક સેશન્સ કોર્ટે આ મામલાને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) પાસે પાછો મોકલી આપ્યો હતો અને અગાઉના તે આદેશને જેમાં એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સંપૂર્ણપણે અસ્પષ્ટ ગણાવ્યો હતો. હવે અદાલતે પોલીસને આ બાબતે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. અરજદારનો દાવો છે કે, મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ ઉમેરવાની પ્રક્રિયામાં દસ્તાવેજી અનિયમિતતાઓ હતી. અદાલતે પોલીસને આ ગંભીર આક્ષેપની તપાસ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ મામલો હવે આગળની સુનાવણી માટે પેન્ડિંગ છે.
સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી રિવિઝન અરજી
મેજિસ્ટ્રેટ કોર્ટે આ આદેશ ફરિયાદી વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. ત્રિપાઠીએ સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરી હતી. તેમની આ ફરિયાદને શરૂઆતમાં 11 સપ્ટેમ્બર, 2025ના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) વૈભવ ચૌરસિયાએ ફગાવી દીધી હતી. ત્યારબાદ, ત્રિપાઠીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.
શું છે આરોપ ?
21 સપ્ટેમ્બરના રોજ, સેશન્સ કોર્ટે ACJMના આદેશને રદ કર્યો અને મેજિસ્ટ્રેટને આ ફરિયાદ પર ફરીથી વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો. સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ દ્વારા ફરિયાદી અને દિલ્હી પોલીસ બંનેને સાંભળ્યા બાદ યોગ્ય કારણો દર્શાવતો આદેશ પસાર કરવો જોઈએ. ન્યાયાધીશ વિશાલ ગોગને તેમના વિસ્તૃત આદેશમાં નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટનો અગાઉનો આદેશ ખામીયુક્ત અને અયોગ્ય હતો, અને તેમાં એ પ્રશ્ન પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું કે શું સોનિયા ગાંધી વિરુદ્ધ કોઈ 'કોગ્નિઝેબલ ગુનો' (પોલીસ દ્વારા સીધી તપાસ કરી શકાય તેવો ગુનો) બને છે કે કેમ.
ફરિયાદીનો આરોપ છે કે 1980માં નવી દિલ્હી મતવિસ્તારની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ સામેલ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ એપ્રિલ 1983 માં ભારતીય નાગરિક બન્યા હતા. તેમનો દાવો છે કે 1980 માં તેમનું નામ ઉમેરવામાં આવ્યું હતું, 1982માં તેને દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1983 માં ફરીથી ઉમેરવામાં આવ્યું હતું.
Coriander Chutney: કોથમીરની ચટણી કેટલા દિવસ સારી રહે છે ? જાણો સિક્રેટ રેસિપી