ગોવાથી પુણે જતી સ્પાઇસજેટની Q-400 ફ્લાઇટમાં અંધાધૂંધી મચી જવા પામી હતી જ્યારે અચાનક જ વિમાનની વિન્ડો હવામાં તૂટી ગઈ હતી. તો બીજા એક વિમાનમાં આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ઉડતા વિમાનની વિંગનો એક ટુકડો તૂટીને રસ્તા પર પડ્યો હતો.


વિમાનની વિન્ડો તૂટતા હોબાળો

ગોવાથી પુણે જતી સ્પાઇસજેટની Q-400 ફ્લાઇટમાં અચાનક વિમાનની વિન્ડો તૂટતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટના અંગે એરલાઇન્સનું કહેવું છે કે ફ્લાઇટ દરમિયાન અંદરનું દબાણ સામાન્ય રહ્યું અને મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહીં. વિમાનની વિન્ડોની ફેમ ઉખડી ગઈ હતી ત્યાર બાદ આ ફ્રેમનું સમારકામ આગામી એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. એરલાઈને કહ્યું વધુમાં કહ્યું કે, 'વિમાન Q-400 ની બારીઓમાં ફ્રેમના અનેક સ્તરો છે જેમાં દબાણ અને મજબૂતાઈ માટે બહારથી કાચ પણ લગાવવામાં આવ્યો છે જેથી મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન ન થાય.'

વિમાનની વિંગનો એક ટુકડો તૂટીને રસ્તા પર પડ્યો

ગોવાથી પુણે જતી સ્પાઇસજેટની Q-400 ફ્લાઇટની ઘટના બાદ અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ડેલ્ટા પ્લેનની વિંગનો ટુકડો ડ્રાઇવ વે પર પડ્યો હતો. આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ઉડતા વિમાનની વિંગનો એક ટુકડો તૂટીને રસ્તા પર પડ્યો હતો. રસ્તા પરથી પસાર થતી કોઈ વ્યક્તિ કે વાહન તેના માર્ગમાં ન આવ્યું. તેમ છતાં ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનના ડાબા વિંગનો એક ભાગ સ્પષ્ટ રીતે અલગ થઈ ગયો હતો. જોકે, આનાથી રેલે-ડરહામમાં વિમાનના સુરક્ષિત ઉતરાણમાં કોઈ અવરોધ આવ્યો નહીં. આ ટુકડો ડ્રાઇવ વેની વચ્ચે એક કારથી થોડા યાર્ડ દૂર પડ્યો હતો.


  • Follow us on: