મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીને મદદનો હાથ લંબાવ્યો છે. કાંબલી હાલમાં સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં એકનાથ શિંદેએ કાંબલીની તબીબી સારવારનો ખર્ચ જ નહીં, પરંતુ તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવવાની ખાતરી આપી છે. ગયા શનિવારે (૨૮ નવેમ્બરના રોજ), કાંબલીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.
એકનાથ શિંદેએ કાંબલી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ મુલાકાત દરમિયાન કાંબલીના પત્ની એન્ડ્રિયા હેવિટ, તેમના બાળકો જીસસ કાંબલી અને જોહાના કાંબલી, તેમજ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના જાણીતા પિચ ક્યુરેટર નદીમ મેમન પણ હાજર હતા. તસવીરોમાં શિંદે કાંબલી સાથે બેસીને વાતચીત કરતા જોવા મળે છે.
તબીબી અને શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાની ખાતરી
તસવીરો સાથેના કેપ્શનમાં એકનાથ શિંદેએ કાંબલીની તબીબી સારવાર અને તેમના બાળકોના શિક્ષણમાં મદદ કરવા અંગે ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું, "ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી વિનોદ કાંબલી અને તેમના પરિવારના સભ્યોએ આજે 'નંદનવન' (મારા અધિકૃત નિવાસસ્થાન) ખાતે મારી મુલાકાત લીધી અને મને શુભકામનાઓ પાઠવી."
https://x.com/mieknathshinde/status/2126702856879366339?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2126702856879366339%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
આર્થિક સહાય અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, "વિનોદ કાંબલીના મગજમાં લોહીની ગાંઠ (બ્લડ ક્લોટ) થઈ છે, જેના કારણે તેમને વારંવાર સ્ટ્રોક આવવાનું જોખમ રહેલું છે. આ સ્થિતિને કારણે તેમની યાદશક્તિ પર અસર પડી છે અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય જટિલતાઓ પણ ઊભી થઈ છે. તેમણે જણાવ્યું કે આ સમસ્યાના નિવારણ માટે લાંબા ગાળાની સારવારની જરૂર પડશે. મેં તેમને અને તેમના પરિવારને ખાતરી આપી છે કે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં તેમને તમામ જરૂરી તબીબી સારવાર મળશે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. વધુમાં, શિવસેના તેમના બે બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવશે, જેથી તેમના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે."
વિનોદ કાંબલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, કાંબલીએ 17 ટેસ્ટ મેચ અને ૧૦૪ વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચો રમી હતી. 21 ટેસ્ટ ઇનિંગ્સમાં તેમણે ૫૪.૨૦ની સરેરાશથી 1084 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે 4 સદી અને 3 અર્ધસદી ફટકારી હતી, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 227 હતો. વન-ડે (ODI) ક્રિકેટની 97 ઇનિંગ્સમાં, કાંબલીએ ૩૨.૫૯ની સરેરાશથી 2477 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 14 અર્ધસદી નોંધાવી હતી, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 106 હતો.
આ પણ વાંચો: PM Modi: 'નારી શક્તિ વંદન' એ આજની સૌથી મોટ માગ... મહિલા અનામત મુદ્દે PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન