ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983ના વર્લ્ડ કપના સહભાગી કીર્તિ આઝાદે તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યું હતું.
હોટલ બિલે જગાવી ચર્ચા
1983ની ભારતીય ક્રિકેટ ઇતિહાસની એક એવી રાત જેણે માત્ર વર્લ્ડ કપ જ નહીં પણ લાખો ભારતીયોમાં ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને કાયમ માટે જગાવ્યો. પરંતુ હવે, તે ઐતિહાસિક વિજય સાથે સંબંધિત એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 1983ના વર્લ્ડ કપ વિજય પછી હોટલમાં યોજાયેલી ઉજવણીનું વાસ્તવિક બિલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બિલમાં શેમ્પેન, વ્હિસ્કી, સ્ટીક ડિનર, બીયર અને સિગારેટની વિગતો પણ શામેલ હતી. વધુમાં, તેમાં કથિત રીતે કેપ્ટન કપિલ દેવના હસ્તાક્ષર હતા.
https://twitter.com/KirtiAzaad/status/2057304530438758790
કીર્તિ આઝાદની પ્રતિક્રિયા
કીર્તિ આઝાદે X પર સ્પષ્ટપણે લખ્યું કે, બિલ સંપૂર્ણપણે નકલી હતું. તેમણે કહ્યું કે ભારતીય ટીમે વાયરલ બિલમાં ઉલ્લેખિત હોટેલની ક્યારેય મુલાકાત લીધી નથી. તેમના મતે, ટીમે લંડનની વેસ્ટમોરલેન્ડ હોટેલમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક વિજયની ઉજવણી કરાઇ હતી. તેઓએ વધુમાં લખ્યુ હતુ કે, આ નકલી છે. તે આખા સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યું છે. અમે વેસ્ટમોરલેન્ડ હોટેલમાં રોકાયા. વિજય પછી આખી રાત ઉજવણી થઈ. અમે ક્યારેય આ હોટેલની મુલાકાત લીધી ન હતી. કપિલ દેવના હસ્તાક્ષર પણ નકલી છે.
કથિત બિલથી ખળભળાટ
વાયરલ છબીમાં લંડનની ગ્રોસવેનોર હોટેલનું એક કથિત બિલ દર્શાવવામાં આવ્યું હતું. જે 25 જૂન 1983ના રોજ લખાયેલું હતું. તે જ રાત્રે જ્યારે ભારતે વિશ્વની સૌથી શક્તિશાળી ટીમ, વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. બિલમાં મોએટ શેમ્પેન, વ્હિસ્કી, બીયર, સ્ટીક અને ડનહિલ સિગારેટ જેવી વસ્તુઓનો ઉલ્લેખ હતો અને કુલ રકમ આશરે 764 પાઉન્ડ હોવાનું જણાવાયું હતું.
આ પણ વાંચોઃ આગામી મહિને ભારત આવશે યુએસ પ્રતિનિધિમંડળ, મહત્ત્વના કરારોની શક્યતા
