બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ટીમને અભિનંદન આપ્યાં અને ઘણા રસપ્રદ પ્રશ્નો પણ પૂછ્યા. ટીમ ઈન્ડિયાની ખેલાડીઓ વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને પી.એમ. હાઉસ પહોંચી હતી. ભારતે મહિલા વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમવાર ટ્રોફી જીતી હતી.

હરમનનો જવાબ સાંભળી પીએમ મોદી ખડખડાટ હસી પડ્યા

પી.એમ. મોદીના જમણી બાજુ બેસેલી કેપ્ટન હરમનપ્રીતે કહ્યું કે આ વખતે તેમનો પી.એમ. હાઉસનો પ્રવાસ ખાસ કેમ છે. તેમણે કહ્યું કે, “2017માં જ્યારે અમે અહીં આવ્યા હતા ત્યારે મારા હાથમાં ટ્રોફી નહોતી, પણ આ વખતે છે.”ત્યારબાદ પી.એમ. મોદીએ હરમનને પૂછ્યું કે, ફાઈનલમાં કેચ લીધા પછી તમે બોલ ખિસ્સામાં કેમ મૂકી દીધો હતો? તે પર હરમન હસીને બોલી કે, મારા મનમાં આવ્યું કે હવે આ મારી પાસે જ રહેશે. તેમણે જણાવ્યું કે હજી પણ એ બોલ તેમના બેગમાં છે. આ સાંભળીને પી.એમ. મોદી પણ ખડખડાટ હસી પડ્યા. હરમને કહ્યું કે, આ વખતે અમે જે માટે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા, એ ટ્રોફી લઈને આવી શક્યા છીએ.


ભારતે પ્રથમવાર મહિલા વર્લ્ડ કપ જીત્યો

હરમને ફાઈનલ મુકાબલામાં 20 રન બનાવ્યાં હતા અને અંતિમ આફ્રિકી બેટ્સમેનનો કેચ પકડીને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતે પ્રથમવાર મહિલા વર્લ્ડ કપનું ખિતાબ પોતાના નામે કર્યુ છે.

  • Follow us on: